
હળવેથી બેઠું….. ….૨૦૧૦
હોઠે પતંગિયું હળવેથી બેઠું ને બેઠું ચોમાસું આ જાતમાં,
પછી હૈયું રહે ક્યાંથી હાથમાં?
યુગયુગથી પ્યાસી કોઈ ધરતીની ભીતરથી
ઊઠે જેમ પહેલી સુગંધ,
હોવાનું રોમરોમ કોળી ઊઠ્યું છે એમ,
આ કેવો ઋણાનુબંધ!
હળવા એક ચુંબનના હડસેલે હોડી તણાઈ ગઈ કેવી વરસાદમાં!
પછી હૈયું શી રીતે રહે હાથમાં?
જોજનના જોજનના ખાલીપા માલીપા
ખીલ્યું સહેવાસનું એક ફૂલ,
ઓલીપા આણીપા ચોકોર છે એક જ સાદ-
આવામાં સો ભૂલ કબૂલ,
બંધ-ફંધ કેવા? ને હોય તોય તોડીને ધસમસતાં વહીએ ચાલ સાથમાં…
હવે હૈયું રહ્યું જ નથી હાથમાં…
વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૦૬/૨૦૨૫)

સ્થિતપ્રજ્ઞ…. પર્પલ હેરોન, ભરતપુર, ફેબ્રુઆરી, 2025
Saras rachna..🙂
@રચના
ખૂબ ખૂબ આભાર
સુંદર!
@ અનામી મિત્રઃ
ખૂબ ખૂબ આભાર
વાહ..વરસાદી ગીત કવિરાજ…!!
ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ
ખુબ સુંદર ગીત.
@ અનામી દોસ્તઃ
ખૂબ ખૂબ આભાર
સુંદર વર્ષાગીત.
શબ્દચયન અતિસુંદર
@ શર્મિષ્ઠાબેનઃ
સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
વાહ કામદેવ પુષ્પ ધનવા બાણ સજાવે ને જેની અસર શંકર પર થઈ આવે એવી એક અસર આ ચુંબન…ની લાખ લાખ અભિનંદન વિવેક ભાઈ…જોરદાર રસભર
@ રાકેશ ઠાકરઃ
કેવો સ-રસ મજાનો પ્રતિભાવ!!!
આનંદ આનંદ આનંદ
ખૂબ ખૂબ આભાર
અદ્ભુત . ખુબ સરસ ખાસ તો વર સાદ નેી અને જે રેીતે પ્રેમ નુ ઇજન આપ્યુ તે ખુબ સરસ લાગે ચ્હે
@ બારિન દીક્ષિતઃ
સુંદર મજાનો પ્રતિસાદ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
સુંદર ગીત.
@શૈલેષ ગઢવી:
ખૂબ ખૂબ આભાર
વાહહહહ, ખૂબ જ સુંદર 👌
આભાર અનામી દોસ્ત
ખૂબજ સુંદર ર્હદય સ્પર્શી હળવા ફૂલ જેવું ગીત…આભાર સાહેબ…
@ અનામી દોસ્તઃ
સરસ મજાના પ્રતિભાવ બદલ દિલથી આભાર્.
અનામી મિત્રો પોતાન્ં નામ પણ લખે તો વધુ મજા ન આવે?
વાહ… ખૂબ ખૂબ સરસ ગીત
@ દીના છેલાવડા
પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
Mastt!
@ અમી
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ સુંદર ગીત
@ આસિફખાન આસિર
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ સુંદર
@ કાજલ શાહ
ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર રચના કવિએ ચોમાસાને સુંદર રજૂ કર્યું છે.
@બાબુ સંઘાડા:
ખૂબ ખૂબ આભાર
હવે હૈયું રહ્યું જ નથી હાથમાં… 😊
વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૦૬/૨૦૨૫)
Aahaa !
@પૂનમ :
ખૂબ ખૂબ આભાર