હૈયું રહ્યું જ નથી હાથમાં…

હળવેથી બેઠું….. ….૨૦૧૦

હોઠે પતંગિયું હળવેથી બેઠું ને બેઠું ચોમાસું આ જાતમાં,
પછી હૈયું રહે ક્યાંથી હાથમાં?

યુગયુગથી પ્યાસી કોઈ ધરતીની ભીતરથી
ઊઠે જેમ પહેલી સુગંધ,
હોવાનું રોમરોમ કોળી ઊઠ્યું છે એમ,
આ કેવો ઋણાનુબંધ!
હળવા એક ચુંબનના હડસેલે હોડી તણાઈ ગઈ કેવી વરસાદમાં!
પછી હૈયું શી રીતે રહે હાથમાં?

જોજનના જોજનના ખાલીપા માલીપા
ખીલ્યું સહેવાસનું એક ફૂલ,
ઓલીપા આણીપા ચોકોર છે એક જ સાદ-
આવામાં સો ભૂલ કબૂલ,
બંધ-ફંધ કેવા? ને હોય તોય તોડીને ધસમસતાં વહીએ ચાલ સાથમાં…
હવે હૈયું રહ્યું જ નથી હાથમાં…

વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૦૬/૨૦૨૫)

સ્થિતપ્રજ્ઞ…. પર્પલ હેરોન, ભરતપુર, ફેબ્રુઆરી, 2025

32 thoughts on “હૈયું રહ્યું જ નથી હાથમાં…

  1. વાહ કામદેવ પુષ્પ ધનવા બાણ સજાવે ને જેની અસર શંકર પર થઈ આવે એવી એક અસર આ ચુંબન…ની લાખ લાખ અભિનંદન વિવેક ભાઈ…જોરદાર રસભર

  2. અદ્ભુત . ખુબ સરસ ખાસ તો વર સાદ નેી અને જે રેીતે પ્રેમ નુ ઇજન આપ્યુ તે ખુબ સરસ લાગે ચ્હે

  3. ખૂબજ સુંદર ર્હદય સ્પર્શી હળવા ફૂલ જેવું ગીત…આભાર સાહેબ…

    • @ અનામી દોસ્તઃ

      સરસ મજાના પ્રતિભાવ બદલ દિલથી આભાર્.

      અનામી મિત્રો પોતાન્ં નામ પણ લખે તો વધુ મજા ન આવે?

  4. હવે હૈયું રહ્યું જ નથી હાથમાં… 😊
    વિવેક મનહર ટેલર
    (૨૩-૨૪/૦૬/૨૦૨૫)

    Aahaa !

Leave a Reply to Aasifkhan Pathan Cancel reply

Your email address will not be published. Required fields are marked *