દુઃખ આવ્યું, દુઃખ લ્યો.

કેરળ, માર્ચ, 2024

દુઃખ આવ્યું, દુઃખ આવ્યું, લઈ લ્યો,
દુઃખ આવ્યું, દુઃખ લ્યો.

સુખ છે ઝાકળ, ગાયબ પળમાં, તાપ થતો જ્યાં આળો,
તાપ વધે એમ ખીલે વધારે, દુઃખ તો છે ગરમાળો;
પગ પ્રસારી દિલમાં, કેવો ફૂલેફાલે, ક્યો!

સસ્તું, સુંદર, ટકાઉ; ના ના, સુંદર તો નહીં કહું,
પણ છે આગળ વધવાની ચાવી, લાવ્યો છું, દઉં?
પછી ન કહેતા, હાથ ચડ્યો એ કીમિયો હાથથી ગ્યો.

સુખ રાખે સૂતેલાં તમને, સુખમાં છકી જવાય,
જે દખ ના વખ પચાવે એને જડતો તરણોપાય;
ચાલ ચાતરો, દુઃખ વધાવો, સૌથી આગળ ર્.યો.

– વિવેક મનહર ટેલર
(૧૯/૨૫-૧૨-૨૦૨૩)

ઠસ્સો…. . . …બ્લુ વ્હિસલિંગ થ્રશ, મુન્નાર, કેરળ, 2023

28 thoughts on “દુઃખ આવ્યું, દુઃખ લ્યો.

  1. દુઃખ તરફના વિધાયક દ્રષ્ટિકોણને મમળાવવા લાયક અદ્ભૂત ગીત..
    અભિનંદન, કવિ.

  2. વાહ કવિ… આ નવીન લાવ્યા તમે… સારું ગીત છે.

Leave a Reply to Rachna Prashant Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *