પ્રાર્થના એકે સાંભળી જ નહીં

સંગાથ…. …મુન્નાર, કેરળ, 2024

પ્રાર્થના એકે સાંભળી જ નહીં,
જિંદગી! તું મને મળી જ નહીં.

બંદગીમાં જરૂર કચાશ હશે,
એ મળી તે છતાં મળી જ નહીં.

ક્યાંય કોઈ કમી ન રાખી છતાં
દુઆ એકે કદી ફળી જ નહીં

દુર્દશા જાણે પૂંછ હનુમંતી,
ભીમયત્નો છતાં ચળી જ નહીં.

ગૂંચ ગૂંચ જ રહી ગઈ, કારણ
બેઉ બાજુ તેં સાંકળી જ નહીં.

ચંદ શબ્દોની આપ-લે જ હતી,
પણ પછી કળ કદી વળી જ નહીં.

નામ શું દેવું એ નદીનું જે
જઈ સમંદર સુધી, ભળી જ નહીં.

ફોન, બસ ફોન તુર્ત સળવળ્યા
એ વિના ભીડ સળવળી જ નહીં

– વિવેક મનહર ટેલર
(૦૮-૨૧/૦૨/૨૦૨૪)

ભીડ…. એફિલ ટાવરની ટોચેથી, પેરિસ, 2023

20 thoughts on “પ્રાર્થના એકે સાંભળી જ નહીં

  1. સુંદર અભિવ્યક્તિ..
    દુર્દશા, ફોન..વાહ.

  2. વાહ,
    સુંદર ગઝલ.
    ચોથો અને સાતમો શેર વિશેષ ગમ્યા.
    અભિનંદન💐

  3. એ મળી તે છતાં મળી જ નહીં… ખૂબ સરસ રચના 👌💐

  4. છેલ્લો શેર….ફોન વાહ…બસ ! હવે આ જ સ્થિતિ છે…સરસ સરસ

  5. દુર્દશા જાણે પૂંછ હનુમંતી, ( Sankatmochan ) 🙏🏻
    ભીમયત્નો છતાં ચળી જ નહીં.
    – વિવેક મનહર ટેલર – waah !
    (૦૮-૨૧/૦૨/૨૦૨૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *