તું આવ્યો કે મેઘો? સઘળું લીલું-લીલું…
હતું ભીતર જે વીલું-વીલું, થયું લચીલું…
મળ્યો છે ઉષર ધરતીને લીલો પડવાશ,
ઊગી વર્ષો વેરાની, ત્યાં ઊગી છે હાશ;
હૈયું છે કે રજનીગંધા? ખીલું ખીલું…
ગીત હોત તો વાત હું અઘરી અઘરી માંડત,
પ્રીત છે આ તો, પ્રીતમાં ના હોય મોટી આરત;
કાગળનો ખોબો નાનકડો, શું શું ઝીલું?
– વિવેક મનહર ટેલર
(૧૩-૧૭/૦૭/૨૦૨૨)
સરસ
આભાર કિશોરભાઈ
Wah..khushboodar Rachna..
@રચના શાહ:
ખૂબ ખૂબ આભાર
Waah
આભાર અનામ દોસ્ત
ખૂબ સરસ ગીત 💐👌
@ભારતી ગડા:
ખૂબ ખૂબ આભાર
વાહ સુંદર ગીત
વાહ
@આસિફખાન પઠાણ:
ખૂબ ખૂબ આભાર
સુંદર ગીત.
@મયૂરિકા લેઉઆ:
ખૂબ ખૂબ આભાર
પ્રેમ પોતે જ એવી ભીનાશ વાળી જગ્યા છે. મેઘરાજ ના આવ્યાં હોય તો પણ લીલોતરી છવાઈ જાય તો આ તો યાદોનો રાજાની પધરામણી છે પછી તો પ્રેમની પેહરામણી પેહરવી જ પડે.
વાહ @અસ્મિતા શાહ:
કેવી મજાની વાત! ખૂબ ખૂબ આભાર