
ચારમિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩
તમે વેળાસર ટહુક્યાં નહીં, હે સહેલીજી! વેળાસર દીધી ન હાંક,
મને આભ ન જડે તો હવે તમારો વાંક.
વરસોથી એમ તમે વહ્યે રાખ્યું છે
જાણે કાંઠાથી લેવા ન દેવા,
ઓચિંતું છલકીને ભીંજવો જો એક દી‘
તો કાંઠાને કેમ પડે હેવા?
વળી સંકોરી જાત થાવ વહેતાં તમે, થઈ અજાણ લઈ એવો વળાંક;
તો તો નીકળેને આપનો જ વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.
વાયરા કનેથી કહો, શીખ્યાં ન કેમ
સદા સાથે રહેવાનો મહાવરો?
વહેતો રહે કે પડી જાય યા ફૂંકાય તોય
મેલે ન આવરો ને જાવરો;
તમે મરજીથી આવો ને મરજીથી ગાયબ તો જીવતરના કેમ માંડું આંક?
બીજા કોઈનો શું કાઢવાનો વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.
– વિવેક મનહર ટેલર
(૧૦-૧૯/૦૩/૨૦૨૩)

ચાર મિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩
કર્ણપ્રિય, સહજ,સુંદર ગીત…
આભાર, જિજ્ઞા વોરા…
Sunder geet…
@રચના:
આભાર
અદ્ભૂત સરળ સચોટ શબ્દરચના – મીઠા/મીઠું પ્રેમનું ગીત
@રસેન્દ્ર અધ્વર્યુ:
ખૂબ ખૂબ આભાર
સુંદર અભિવ્યક્તિ

@ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’ :
આભાર
‘મેલે ના આવરો ને જાવરો,,ઉ.ગુજરાતની મીઠી લોકબોલી…. સરસ ગીત…..
@તનુ પટેલ
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ રચના કવિ શ્રી




અંતરનો ભાવ શબ્દે શબ્દે રેલાય રહ્યો છે.
“તમે મરજીથી આવો ને મરજીથી ગાયબ તો જીવતરના કેમ માંડું આંક.”
વાહ
ખૂબ ખૂબ આભાર આ મજાના પ્રતિભાવ બદલ, મીતાબેન…