વાગ્યા ધ્રબાંગધમ્ ઢોલ,
છાતીના ઓરડાનો સદીઓનો સન્નાટો ઓચિંતો ભાંગ્યો, લે બોલ:
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.
‘કહી દઉં કે નહીં કહું?’ની ભીનીછમ માટીમાં
ખીલું-ખીલું વાણીની વેલ,
પણ નેણથી નેણ જ્યાં ટકરાયાં એ પળમાં
શબ્દોએ માંડ્યો કંઈ ખેલ,
કશુંય બોલવાનું રહ્યું ન સહેલ,
સ્મિતની એક નાની-શી વીજળી પડી ને અહીં ધરતી આખ્ખીય ડોલમડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.
સ્ક્રીન પર તો આલિંગન-ચુંબન કંઈ થાય નહીં,
સ્ક્રીન પર વધાય નહીં આગળ;
તૃષા છિપાવવાના સ્થાને એ ભડકાવે
જાણે મયદાનવ રચ્યાં જળ-સ્થળ,
સમજ્યું સમજાય ના આ છળ,
ફરતોયે જાય અને વધતોયે જાય એવો વિરહનો આ તો ચકડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.
– વિવેક મનહર ટેલર
(૧૯/૨૪-૦૪-૨૦૨૩)
Cool
આભાર
ખૂબ સરસ રચના…
આભાર
છાતીના ઓરડાનો સદીયોનો નો સન્નાટો…… અને….
સ્મિતની એક નાની શી વીજળી પડી…… સરસ ભાવકલ્પન.
ગમ્યાં.
ખૂબ ખૂબ આભાર દાનભાઈ
બહુ ઉમદા રચના. 👌
આભાર
આખ્ખા ગીતમાં સરસ ભાવ કલ્પના…. રમેશ પ્રજાપતિ.
આભાર રમેશભાઈ
નવા જમાનાની નવી રચના.પરિવર્તનનો સ્વીકાર આવકાર્ય.
આભાર નીલાબેન
class poem with classic pics Thanks Vivek sir
આભાર બારિનભાઈ
‘કહી દઉં કે નહીં કહું?’ની ભીનીછમ માટીમાં
ખીલું-ખીલું વાણીની વેલ, Kya baat !
– વિવેક મનહર ટેલર
(૧૯/૨૪-૦૪-૨૦૨૩)
ખૂબ ખૂબ આભાર, પૂનમ