નદી વહી રહી છે. યુગોયુગોથી. નદી વહી રહી છે એ કારણે કાંઠાઓને અલગ રહેવું પડે છે. એ તો ટાંપીને જ બેઠા છે યુગોયુગોથી, કે ક્યારે નદી વહી જાય, પટ ખાલી થઈ જાય અને બંને કાયમ માટે એક થઈ શકે. સદહજાર અફસોસ પરંતુ. પ્રતીક્ષા બસ, પ્રતીક્ષા જ રહી છે. યુગોયુગોથી. પાણી એટલું ને એટલું જ રહે છે. ખતમ થતું નથી. પાણી અને પ્રતીક્ષા –બંને સ્થિર. પરિણામે કાંઠા અલગ.
.એક જ બિસ્તર પર
…અડખેપડખે
….સૂતા હોવા છતાં
……હું કે તું
……એકબીજાને
…….કેમ મળી શકતા નથી?
……..જે કંઈ તકલીફો,
………મનભેદો,
……….મતભેદો,
………..અહંકાર,
…………જિદ્દ,
………….ગજગ્રાહો,
…………..કલહો વિગ્રહો પૂર્વગ્રહો
……………જૂઠાણાં,
…………….અવિશ્વાસ,
……………..શંકા, સમાધાનો,
………………આપણા બેની વચ્ચે અડિંગો જમાવી બેઠા છે
……………….એને વહેતાં કરી દઈએ તો?
એક નદી આ પણ. બંધ બેડરૂમમાં બે જણ વચ્ચે વહેતી, બંનેને એકબીજાથી અલગ રાખતી. યુગોયુગોથી. આ નદી ઘણી વાર થીજી જાય. વહે જ નહીં. પ્રતીક્ષાની જેમ સ્થિર. જો કે દુનિયામાં કદાચ આ એક માત્ર નદી જ એવી છે, જે ભલે આખેઆખી વહી ન જાય, પણ ખાલી વહેતી જ કરી દેવામાં આવે એને, તોય એના બેઉ કાંઠા એકમેકને ચસોચસ મળી શકે. શું કહેવું છે!?
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૯-૨૦૨૧/૩૦-૦૪-૨૦૨૩)
સરસ વાત !
ખૂબ જ જરૂરી….દામ્પત્ય પ્રસન્ન મંગલ j રહેવું જોઈએ. આપની પ્રત્યેક રચના વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ જ હોય છે.
વાહ સરસ
કયા બાત..
સરસ કાવ્ય
સંરચના પણ સરસ છે
વેધક.
Waah! Super
બે પ્રશ્ન વચ્ચે વહેતી કવિતાના ભૂગર્ભિત ઉછાળ અને રહસ્ય અનેરા સંકેતની લહેર આપે છે. ગમ્યું.
સરસ રચના ! દામ્પત્યજીવનની ઘૂંટણ પણ ઉકેલ નહીં નજીક છતાં દૂર દૂર દૂર……
સરસ રચના ! દામ્પત્યજીવનની ઘૂંટણ પણ ઉકેલ નહીં નજીક છતાં દૂર દૂર દૂર……
વાહ..ખૂબ સરસ
Nice One
વાહ…