રોજ મને ઊંઘ જરા ઓછી જ પડે,
ઊડી નથી કે ફેર પાછી ચડે.
થાય, કોઈ સૂરજને આટલું કહે-
કે આજ જરા આભમાં એ મોડો ચડે…
ના ખૂટતા કામ જેવી આવે છે રાત,
કેમ એ ખૂટાડવી, એ ના આવડે.
ઊંઘ ઓછી પડવાના કારણ હજાર,
ને બધ્ધા જ આ વાલામૂઈને નડે.
સાસરિયાંની યાદી હું ના કરું,
વીત્યા જમાનાની વહુ એ ઘડે..
સ્વિમિંગપુલ, જીમ, ટ્રેક, સાઈકલ બધાં જ
રોજ થોડું થોડું મારા નામનું રડે.
બિસ્તર બન્યું છે બોક્સિંગ રિંગ જ્યાં
ઊંઘ અને હું – બે લડે આખડે.
મૂઈ! રાતભર સાજનને બથમાં રાખે,
પછી ક્યો તમે, એ મને શીદ પરવડે?
પ્હો ફાટતાં જ ફેર એકલી હું તો,
તો બોલો કે ગુસ્સો ચડે, ના ચડે?
– વિવેક મનહર ટેલર
(જુલાઈ-ઓગસ્ટ, ૨૦૨૨, જાન્યુઆરી ૨૦૨૫)
Wah
આભાર રચના
ગુસ્સો ચડે, ચડે
@મીતા મેવાડા:
ખૂબ ખૂબ આભાર
પ્હો ફાટતાં જ ફેર એકલી … ક્યા બાત, સરસ ગીત 💐
@શૈલેશ ગઢવી:
ખૂબ ખૂબ આભાર
Waah
@નિખિતા ઘાડિયા:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ , હળવી-ફૂલકી રચના !
થાય, કોઈ સૂરજને આટલું કહે-
કે આજ જરા આભમાં એ મોડો ચડે…
વાહ, સરસ શરત કરી ! 👌👌🌺🌸🧡
@ ધૃતિ મોદીઃ
સરસ મજાના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર્…
સ્વિમિંગપુલ, જીમ, ટ્રેક, સાઈકલ બધાં જ
રોજ થોડું થોડું મારા નામનું રડે.
જોરદાર હો મોજ
@ દિલીપકુમાર ચાવડાઃ
ખૂબ ખૂબ આભાર
સ્વિમિંગપુલ, જીમ, ટ્રેક, સાઈકલ બધાં જ
રોજ થોડું થોડું મારા નામનું રડે.
અલગ જ પ્રકારની કલ્પના વાહ મજા આવી ગઈ સર
આભાર
મોજે મોજ