
તમારી યાદનો માંડવો…. …છત્તેડી, ભુજ, 2022
*
સૂરજ પડ્યો શું માંદો?
દીસે છે કેવો, ઊગ્યો હો જાણે ધોળે દહાડે ચાંદો.!
રણમધ્યે પૂગવા આવ્યો પણ તીર ન એકે તાતા,
રસ્તાઓના ચહેરા જુઓ, જરા થયા ન રાતા;
ધુમ્મસના ગોટાય હજી પડ્યા છે આળસ ખાતા,
દિ’ તો થ્યો પણ દિ’ જેવા એંધાણ જ ક્યાં દેખાતા?
એય વિમાસે, ઊગીને આણે કાઢ્યો છે શો કાંદો?
નાડ બતાવો, સૂરજ જેવો સૂરજ શીદ અળપાયો?
કુપોષણ છે? થાક ચડ્યો? બોરિંગ લાગ્યો ચકરાવો?
વૈદ મેલે હથિયાર તો જોષી-ભૂવા પણ તેડાવો-
કિયા તે ગ્રહનો ગ્રહસ્વામી પર પડ્યો છે પંછાયો?
ધરતી-અંબર એક કરો, પણ આણો કંઈક ચુકાદો.
એકસરખા તો જાય નહીં ને કોઈના સુખના દા’ડા?
બીજું કશું નહીં, શ્રાવણ-ભાદોના જ છે આ ઉપાડા,
વાદળ-ધુમ્મસ, ભેજ-મેઘ તો હંગામી રજવાડાં,
આજ નહીં તો કાલ ઊતરશે ફરી તેજનાં ધાડાં;
શ્રદ્ધા રાખો, રાહ જુઓ, નબળી ક્ષણ વીતી જવા દો.
– વિવેક મનહર ટેલર
(૦૩/૧૩-૦૯-૨૦૨૨)
*

ધોળાવીરા, 2022
વાહ! ખૂબ સુંદર રચના

અભિનંદન વિવેકભાઈ
આભાર સુષમભાઈ
વાહ
આભાર, દર્શકભાઈ….
નાવીન્ય સભર રચના મોજ
આભાર, દિલીપભાઈ
સરસ મજાનું ગીત… કલ્પન જ કેવું મજાનું!
સાવ નવી જ તરેહની વાત અને ઉમદા માવજત… મજા આવી…
આભાર, અભિનવ…
કિયા તે ગ્રહનો ગ્રહસ્વામી પર પડ્યો છે પંછાયો?

વાહ ખૂબ સરસ કલ્પનો સાથેની ખૂબ સુંદર રચના
ખૂબ ખૂબ આભાર
વિષયનું નવીન્ય પર ઉમદા અભિવ્યક્તિ..
ગીત ખૂબ ગમ્યું.. અભિનંદન.
@kishor barot
ખૂબ ખૂબ આભાર
વાહ, સરસ કૃતિ.
આભાર, નેહા
વાહ જી વાહ.. ખૂબ સુંદર
આભાર, સુનીલભાઈ…
આજ નહીં તો કાલ ઊતરશે ફરી તેજનાં ધાડાં;
Vivekbuddhi rakho…
શ્રદ્ધા રાખો, રાહ જુઓ, નબળી ક્ષણ વીતી જવા દો.
– વિવેક મનહર ટેલર –
આભાર, પૂનમ