*
પછી
એક દિવસ
મેં
સાચવીને કબાટમાં મૂકી રાખેલ મારી ખરી ઓળખ
બહાર કાઢી
અને
પહેરી લીધી.
સવારે
હાથમાં છાપુ આપવા આવેલ મમ્મી,
ચાના ટેબલ પર પત્ની,
આદતવશ મારા બાથરૂમમાંથી શેમ્પૂ લેવા રૂમમાં આવેલ દીકરો,
ક્લબમાં રોજ સવારે અચૂક મળતા લંગોટિયા દોસ્તો
– બધા જ છળી મર્યા.
હુંય ગૂંચવાયો.
આમને આમ
ઓફિસે જવાની તો પછી મારી જ હિંમત ન થઈ,
એટલે નાહી લીધું
અને
કબાટમાં મૂકી દીધેલ
રોજવાળું સ્માઈલ અને રોજવાળો ચહેરો
ફરી પહેરી લેવા માટે કબાટ ખોલવા ગયો
તો અરીસામાં મને જોઈને
હું પોતે પણ…
– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૩)
*
વાહ, સરસ.
વાહ અદ્ભુત વાત સર
અરીસામાં મને જોઈને what a climax
ખરેખર ખુબજ સુંદર…તમારા સાચુકલી ઓળખ જે વા..વાહ👌
વાહ.. વાહ.. ! ચોટદાર અભિવ્યક્તિ
વાહ
વાહ.. ખૂબ સરસ
વાહ..ભાઈ..વાહ…ક્યા બાત
વાહ..ભાઈ..વાહ…ક્યા બાત..મજા આવી..
Great..Really enjoyed