ઇતિહાસમાં જીવીશું!

કતારબંધ રંગો…. સફેદ રણ, ભૂરું તળાવ, હરિત કાંઠો, ગુલાબી સુરખાબ, ધોળાવીરા, 2022

*

અહેસાસમાં મરીશું, અહેસાસમાં જીવીશું,
હર શ્વાસમાં મરીશું, હર શ્વાસમાં જીવીશું.

સંપર્કના અષાઢો છો ને વહી ગયા પણ
આખું વરસ વિરહના મધુમાસમાં જીવીશું.

દુનિયાને કહી દો, વચ્ચે દરિયાઓ પાથરી દે,
આવ્યાં છીએ જે પીતાં, એ પ્યાસમાં જીવીશું.

એક બુંદ પણ બચે નહિ, જો જો, નકર અમે તો
એમાંથી થઈને પાછા સાજાસમા જીવીશું.

ઇતિ સમાપયેત્ – આ કહીને લખી છો વાળો,
રાખો લખીને આ પણ – ઇતિહાસમાં જીવીશું!

વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૨૨)

*

ઇતિહાસમાં જીવીશું….. …ફોસિલપાર્ક, ખડીર બેટ, કચ્છ, 2022

18 thoughts on “ઇતિહાસમાં જીવીશું!

  1. ‘કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા..
    વાહ..ખુમારી ભર્યો મિજાજ વર્તાય છે ગઝલમાં.

  2. ઇતિ સમાપયેત્ – આ કહીને લખી છો વાળો,
    રાખો લખીને આ પણ – ઇતિહાસમાં જીવીશું! Je baat !
    – વિવેક મનહર ટેલર –

Leave a Reply to Ami Cancel reply

Your email address will not be published. Required fields are marked *