નીકળી શકી નથી જે એવી પુકાર માટે
ગઝલો લખી, કદાચિત્ ભીતરનો ભાર દાટે.
કોની ગઝલ ને કોના માટે હતી, ભૂલાયું!
અંતે તો માન કેવળ ગાયક અપાર ખાટે.
રાત્રેય છાનોમાનો દોડ્યા કરે છે સૂરજ,
એથી ચડી શકે છે રોજ જ સવાર પાટે.
હોડી તો લાખ ચાહે કે માર્ગ હો પ્રશસ્ત જ,
પણ ભાગ્ય બાંધી રાખે એને જુવાર-ભાટે.
એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!
ચા ક્યારની ઠરી ગઈ, ઉપર તરી તરે છે…
નીકળી પડ્યા છે શાયર શાયદ વિચારવાટે
– વિવેક મનહર ટેલર
(૨૪-૨૯/૦૪/૨૦૨૨)
(*તરહી જમીન – હેમેન શાહ)
રાત્રેય છાનોમાનો દોડ્યા કરે છે સૂરજ,
એથી ચડી શકે છે રોજ જ સવાર પાટે… Avirat…
– વિવેક મનહર ટેલર (૨૪-૨૯/૦૪/૨૦૨૨) –
આભાર, પૂનમ
વાહ ખૂબ સરસ આખી ગઝલ 👌 બીજો શેર ચોટદાર 👍
@ ભારતી ગડા:
ખૂબ ખૂબ આભાર
Wah
@રચના:
આભાર
Bahot khub
@જાફર મંસૂરી
આભાર
બહુજ ઉમદા
@ભૂપેન્દ્ર બચકાનીવાલા:
આભાર
સરસ ગઝલ
@લતા હિરાની:
આભાર
વાહ વાહ સુંદર ગઝલ
આભાર, આસિફભાઈ…