*
આવ, આંધી! તું પૂરજોર આવ
અમને મૂળથી ઉખાડી બતાવ…
એક જ લપડાકમાં ઊડી ગ્યા હોંશ અને થઈ ગ્યા જમીનદોસ્ત સહુ,
ટકશું-ફંગોળાશું, બચશું-ના બચશુ – કંઈ પલ્લે પડે ના, શું કહું!
આમ તો તું આવીને ચાલી જાય, આંધી! પણ ઓણ સાલ લંબાઈ બહુ,
આ ગમ કે ઓ ગમ કે ચોગમ જ્યાં જ્યાં જુઓ, તારો જ દીસે પ્રભાવ,
કોને કહીએ કે અમને બચાવ ?!
આવ, આંધી! તું પૂરજોર આવ…
જોયો છે બોલ કદી, છોડ તેં લજામણીનો? અડતાવેંત આળપે જે જાત,
ડર્યો છે, મર્યો છે, માનીને હરખે એ હરખાની ભૂલ, બલારાત;
ડૂબ્યાને ડૂબ્યો ના ગણશો, સૂરજ ફેર ઉગશે જ થઈને પ્રભાત…
આલ્લે! અમેય ફરી સીધા થઈ ઊભા! નથી અમ પર કઈં તારો પ્રભાવ,
હતું ઝૂકવું એ કેવળ બચાવ…
અમને મૂળથી ઉખાડી બતાવ…
વિવેક મનહર ટેલર
(૧૬-૦૫-૨૦૨૨)
*
Superb…
@ રચના શાહ:
આભાર
વાહ વાહ ખુબસરસ ગીત
વાહ
આભાર, આસિફખાન
વાહ…વાહ…ખૂબ સરસ ગીત…
આભાર, રક્ષાબેન
ખૂબ ખૂબ સરસ👌
આભાર, મનીષ
ખુબ જ સરસ.
આભાર, રાજીવ
હતું ઝૂકવું એ કેવળ બચાવ…
અમને મૂળથી ઉખાડી બતાવ… Jee Baat !
– વિવેક મનહર ટેલર –
(૧૬-૦૫-૨૦૨૨)
@ પૂનમ:
આભાર..
Bahu j saras. Superb.👌👌
@ રત્નેશ દવે:
આભાર
સરસ કાવ્ય !
@ ધ્રુતિ મોદી:
આભાર
વાહ.. મસ્ત ગીત
@નટવર મહેતા
આભાર
વાહ…👌
@ રિયાઝ લાંગડા
આભાર
સરસ ગીત
@લતા હિરાની:
આભાર