હિસાબ ગુમ…



છે સવાલ કોટિ, જવાબ ગુમ,
ને યુગોથી જગનો નવાબ ગુમ.

મળ્યાં એ પળે, ન મળ્યાં હતાં
એ તમામ પળના હિસાબ ગુમ.

જુઓ, રોમરોમ છે તરબતર,
ને નફામાં આજે નકાબ ગુમ.

પડી ભાંગ્યું તોય ભરૂચ છે,
ભલે હામાં હાના રૂઆબ ગુમ

મચી લૂંટ કેવી જો બાગમાં!
યથાવત્ છે ખુશ્બૂ, ગુલાબ ગુમ.

છે ને ધાડપાડુની ખાસિયત?!
છે ઉઘાડી આંખ ને ખ્વાબ ગુમ.

એ નજર સમક્ષ છે તે છતાં-
હું કહું છું ખાનાખરાબ ગુમ.

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૨-૨૦૨૦)

16 thoughts on “હિસાબ ગુમ…

  1. વાહ..વાહ… ખુબ ઉચ્ચ કોટિ નાં શેર છે.

    છે સવાલ કોટિ, જવાબ ગુમ,
    ને યુગોથી જગનો નવાબ ગુમ.

    મળ્યાં એ પળે, ન મળ્યાં હતાં
    એ તમામ પળના હિસાબ ગુમ.

  2. વાહ વિવેકભાઈ સવાલ કોટી નો જવાબ ગુમ આપણે ઘર માં અને કોવીડ ગુમ!

  3. છે ને ધાડપાડુની ખાસિયત ?!
    છે ઉઘાડી આંખ ને ખ્વાબ ગુમ. વાહ !
    – વિવેક મનહર ટેલર –

Leave a Reply to વિહંગ વ્યાસ Cancel reply

Your email address will not be published. Required fields are marked *