પારિજાત – વિવેક મનહર ટેલર

ઘર આંગણે પારિજાત

કહે આંગણે ખીલેલું પારિજાત –
કાશ ! ઓરું ના આવે પ્રભાત,
મારી સૈયા સાથે છે મુલાકાત…

સૂરજની સાથે જે ખરવાનું ઊગે એ કોને ન લાગે અકારું?
પણ ખરીએ તો જ માથે પૂગાશે એ કારણે ખરવું પણ ગણ્યું છે પ્યારું;
બે પળ જો પહો ફાટે મોડું તો આજ થોડી જાત વધુ થાય રળિયાત.

દરિયાની નોટબુકમાં હોડીનું ટપકું એમ રાત મહીં મારો ઉજાસ,
પણ અંધારે ઓગળેલી ડાળખીને એથી જ તો મળે છે પોતાનો ક્યાસ;
આંગણામાં ઉતર્યું છે મુઠ્ઠીભર આભ, અને તારાભરી છે તારી રાત..

– વિવેક મનહર ટેલર
(૧૬-૦૯/૧૫-૧૨-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: હરીન્દ્ર દવે ~ રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત)

8 thoughts on “પારિજાત – વિવેક મનહર ટેલર

  1. આંગણામાં ઉતર્યું છે મુઠ્ઠીભર આભ, અને તારાભરી છે તારી રાત..

    – વિવેક મનહર ટેલર – Sundar Sugandhi…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *