છે સવાલ કોટિ, જવાબ ગુમ,
ને યુગોથી જગનો નવાબ ગુમ.
મળ્યાં એ પળે, ન મળ્યાં હતાં
એ તમામ પળના હિસાબ ગુમ.
જુઓ, રોમરોમ છે તરબતર,
ને નફામાં આજે નકાબ ગુમ.
પડી ભાંગ્યું તોય ભરૂચ છે,
ભલે હામાં હાના રૂઆબ ગુમ
મચી લૂંટ કેવી જો બાગમાં!
યથાવત્ છે ખુશ્બૂ, ગુલાબ ગુમ.
છે ને ધાડપાડુની ખાસિયત?!
છે ઉઘાડી આંખ ને ખ્વાબ ગુમ.
એ નજર સમક્ષ છે તે છતાં-
હું કહું છું ખાનાખરાબ ગુમ.
– વિવેક મનહર ટેલર
(૧૦-૧૨-૨૦૨૦)
વાહ
સરસ,સરસ,સરસ…..કવિશ્રી ને અભિનદન…….
વાહ…વાહ….!!!!
વાહ…વિવેકભાઇ
સરસ, લયબદ્ધ ગઝલ.
-ગઝલપૂર્વક અભિનંદન💐
યથાવત છે ખુશ્બુ, ગુલાબ ગુમ.
વાહ 👌
વાહ..વાહ… ખુબ ઉચ્ચ કોટિ નાં શેર છે.
છે સવાલ કોટિ, જવાબ ગુમ,
ને યુગોથી જગનો નવાબ ગુમ.
મળ્યાં એ પળે, ન મળ્યાં હતાં
એ તમામ પળના હિસાબ ગુમ.
વાહ ખૂબ સરસ
Good one.
Srs
વાહ વિવેકભાઈ સવાલ કોટી નો જવાબ ગુમ આપણે ઘર માં અને કોવીડ ગુમ!
વાહ જોરદાર
Wah…wah
વાહ..વાહ…સરસ લયબધ્ધ
Wah
છે ને ધાડપાડુની ખાસિયત ?!
છે ઉઘાડી આંખ ને ખ્વાબ ગુમ. વાહ !
– વિવેક મનહર ટેલર –
વાહ ખૂબ સરસ રચના