ગયા વરસે આ બે પંક્તિ લખી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એક વરસ પછી પણ આ પંક્તિઓ એવી ને એવી જ પ્રસ્તુત રહેશે. ગયા વરસની એ બે પંક્તિઓને આ વરસે ગીતમાં ઢાળીને આપ સહુ સમક્ષ રજૂ કરું છું… આશા છે, આ સંદેશો કોઈ રીતે આપણને કામ લાગે…
કોરો ના કોઈ રહી જાય એય જોજો,
કોરોના કોઈને ન થાય એય જોજો
ચુટકીનું કામ ચુટકીભરમાં થઈ જાય અને
ડિસ્ટન્સનું ધ્યાન રાખી કરજો નમસ્તે;
સ્પર્શનો અભાવ કંઈ તડકો નથી કે
ઊડી જાશે સંબંધ જાણે ઝાકળના રસ્તે;
ગુલાલ ગાલ લાલ કરી જાય એ તો જોજો જ,
પણ વાઇરસથી કોઈ ના રંગાય એય જોજો.
વેક્સિનની નાનકડી પિચકારી લઈને
દેશ આખાને રંગવો એ અઘરું છે ટાસ્ક,
મસમોટા માસને બચાવવો જો હોય તો
એકમાત્ર હીરો છે મોઢા પર માસ્ક;
‘આવજો’ રખે ને કહેવાઈ જાય, જોજો,
ને કહેવાનું છે બાય બાય, એ ય જોજો
– વિવેક મનહર ટેલર
(૦૩-૨૦૨૦/૨૮-૦૩-૨૦૨૧)
Waah!
કોરોના ના રહી જાય એ જોજો
રસી ના રહી જાય એ જોજો
Wah
Wahh
વાહ 👏👏👏
મસ્ત 👌🏻
ક્યા બાત … સરસ ગીત
‘આવજો’ રખે ને કહેવાઈ જાય, જોજો,
ને કહેવાનું છે બાય બાય, એ ય જોજો
– વિવેક મનહર ટેલર – aav-jo 👌🏻
આવજો ને બાય બાય જોજો 👌💐
મઝાનું ગીત
👌👌🌹🌹👏👏👏
સરસ,સરસ………
અત્યારના વિષમ સંજોગોમાં તાદ્રશ્ય વાત કરી છે,
ડો.વિવેક્ભાઈને સલામ અને અભિનદન્…
પત્ની રીસાઈ ના એ જોજો,
રસી રીસાઈ ના એ જોજો.