શરૂઆત થઈ શું વનની? પૂરાં થયાં પચાસ,
અથવા નવા જીવનની? પૂરાં થયાં પચાસ.
આ વાત ક્યાં છે મનની? પૂરાં થયાં પચાસ,
બસ, વય વધી છે તનની, પૂરાં થયાં પચાસ
સંસારની પળોજણ કોરાણે મૂકી દઈ,
સાંભળશું માત્ર મનની, પૂરાં થયાં પચાસ.
આવી છે જાત સામે જોવાની પળ હવે,
ત્યજ ચિંતા આપ્તજનની, પૂરાં થયાં પચાસ
ત્યાગી સૌ વાંકપન ને સૌ રાંકપન, તું ઝાલ-
બસ, બાંહ બાંકપનની, પૂરાં થયાં પચાસ
વેઢાંથી થોડું આગળ છે સ્વર્ગ સ્પર્શનું
હઠ મૂક આકલનની, પૂરાં થયાં પચાસ
જે કંઈ પળો બચી છે, એને પૂરી ચગાવ
ગતિ મંદ થઈ પવનની, પૂરાં થયાં પચાસ.
કેન્ડલ બુઝાવી એમાં શાને થવું ઉદાસ?
આજે તો માત્ર સજની, પૂરાં થયાં પચાસ.
– વિવેક મનહર ટેલર
(ઑગસ્ટ-૨૦/ફેબ્રુ. ૨૧)
વાહ…ખૂબ સરસ રચના…અવતરણ દિવસની શુભેચ્છાઓ🎂
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદૂર નથી?
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.
આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.
તુજ જુલ્મો-સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ;
હું ક્રૂર જગતને સમજ્યો’તો પણ તારી જેવું ક્રૂર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને;
એવા પાણી વિનાના સાગરની ‘નાઝિર’ને કશીયે જરૂર નથી.
નાઝિર સાહેબને પુણ્યતિથિએ સાદર વંદન🙏
જન્મદિનની હાર્દિક શુભકામનાઓ..
આપના જીવનનું આ નવ વર્ષ.. સ્વસ્થ, વ્યસ્ત, મસ્ત
અને સાહિત્ય સભર બની રહે એવી અભિલાષા…
ચેતન ફ્રેમવાલા
ધબકાર પરિવાર મુંબઈ
વનપ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
વાહ ખૂબ સરસ
જન્મ દિવસની અઢળક
શુભેચ્છાઓ
🍨🍫🎈🎉🎁🎂
બાકી રહેલાં પચાસ પણ પુરા થયેલાં પચાસ જેવાજ જીવનસભર રહો તેવી શુભકામના 🌹
“આવી છે જાત સામે જોવાની પળ હવે,
ત્યજ ચિંતા આપ્તજનની, પૂરાં થયાં પચાસ” વનપ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જ્ન્મદિવસની શુભકામનાઓ…….
પચાસ વરસની યાત્રાની સરસ અભિવ્યક્તિ……
મનની વાત સાંભળવાનો સમય આવી ગયાની સભાનતા…..
ખુબ ખુબ શુભેચ્છાઓ….