એક જણ તો ખાસ હોવો જોઈએ,
ને એ બારેમાસ હોવો જોઈએ.
શ્વાસ છૂપાયો હો જો વિશ્વાસમાં,
તો એ વિણ આયાસ હોવો જોઈએ.
અર્થ શબ્દોથી કદી સરતો નથી,
ભીતરી અહેસાસ હોવો જોઈએ.
ખુદને જોવાનું કદી ચૂકાય નહીં,
એટલો અજવાસ હોવો જોઈએ.
આપણે બે મિસરા એક જ શેરના,
આપણામાં પ્રાસ હોવો જોઈએ.
આપણામાં આટલું ખેંચાણ કેમ?
કંઈ વિરોધાભાસ હોવો જોઈએ.
પ્રાણ માટે પ્રાણવાયુથી વિશેષ
મિત્ર કોઈ ખાસ હોવો જોઈએ.
– વિવેક મનહર ટેલર
(૦૯-૧૦-૨૦૨૦)
ખૂબ સુંદર રચના.
Wah…Best companion….better half..right
સરસ ગઝલ
Beautiful..simple expressions
વાહ..સુંદર ગઝલ
ખૂબ સુંદર…
આપણે બે મિસરા એક જ શેરના,
આપણામાં પ્રાસ હોવો જોઈએ.
આહા ક્યાં ખૂબ સર
वाह क्याबात
सुंदर ग़ज़ल
વાહ…ખૂબ સરસ ગઝલ
Pic and gazal both compliment each other
Dear Vivek-bhai, I enjoy your contribution to Layastaro and your poetry on” Shabdo Chhe Swas Mara”. In my school in about 1957, I learned a poem. I am looking for its complete lyrics. Unfortunately, I do notremember the poet’s name. The title of Kavita is ” Cycle Na Raste”.The starting lines are,
Vasant Aaje Vasant Kyan Chhe E Manmoji Hasant Kyan Chhe Re Muj Lukkha Sukkha Nit Na Cycle Na Raste Thanks and Best Regards, Naresh Shah
PS: Loved your latest “એક જણ તો ખાસ હોવો જોઈએ” especially since Thanks.
ક્ષમા ચાહું છું, નરેશભાઈ… પણ આવી કોઈ રચના સ્મરણમાં નથી અને ગૂગલબાબાના ધ્યાનમાં પણ નથી જણાતી…
આપના સ્નેહભાવ બદલ આભાર…
મારી પાંસે શબ્દ નથી.
વાહ… વિવેકભાઇ
ખુદને જોવાનું ચૂક્યા નહીં…સરસ વાત👌🏽
ચૂકયા@ચૂકાય
એક જણ તો ખાસમખાસ જોઈએ !
રચના બહુ ગમી.
શ્વાસ છૂપાયો હો જો વિશ્વાસમાં,
તો એ વિણ આયાસ હોવો જોઈએ.
આમાં તમે ‘વિણ’ ની જગ્યાએ ‘બિન’ રાખો તો !
‘વિણ’ અતિ સાહિત્યિક અને બિનવપરાશી !
જસ્ટ સજેશન હો !
લતા હિરાણી
@ લતાબેન :
વિકલ્પ વિચારવા જેવો.
ખૂબ ખૂબ આભાર.
સરસ ગઝલ, કવિશ્રીને અભિનદન……….