દ્વિભાષી – તસ્બી -સાંકળી ગઝલ

હવે કંઇક તડકો શમ્યો છે તો ચાલો,
सुलाकर रखी थी वो ख्वाहिश निकालो

निकालो युगों से निठल्ले वो जूते,
ફરી આવશે ના સમય આવો વહાલો.

સમો વહાલનો છે, સમીસાંજનો છે,
भले दूर हो, साँये को तो मिला लो

मिला लीजिए खुद को खुद से बरोबर
ભરો જામ એવા, ન રહે કોઈ ઠાલો.

કશું ઠાલુંઠમ ના રહે બે ઘડી પણ –
सुबह, दोपहर, शाम – कुछ भी उठा लो

उठा लो ऊसे, એ હતી, છે ને રહેશે જ,
જૂની કોઈ ઉત્તમ ग़ज़ल का मज़ा लो

मज़ा लो अधूरी बची ख़्वाहिशों का,
હવે થોડો તડકો શમ્યો છે તો ચાલો.

વિવેક મનહર ટેલર
(૧૨-૧૮/૦૪/૨૦૨૧)

18 thoughts on “દ્વિભાષી – તસ્બી -સાંકળી ગઝલ

  1. વાહ … વાહ…. પ્રયોગશીલતા સાથે સુંદર અભિવ્યક્તિ

  2. निकालो युगों से निठल्ले वो जूते,
    ફરી આવશે ના સમય આવો વહાલો.… 😍 sundar baat

    Woh subah kabhi, to… aayegi…

  3. ખૂબ ગમી સુંદર સફળ પ્રયોગાત્મક ગઝલ
    બે ભાષામાં એવી એકસૂત્રતા સંધાઈ છે ઉલા સાનીમાં કે વાંચતા ભાષા ભેદ અવરોધ ન બનતા મઝા બેવડાય છે.. ખૂબ શુભેચ્છાઓ Doc બીજા નવીન પ્રયોગ કરવા માટે અમને નવું માણવા મળે.

  4. ઓહોહો….
    ક્યા બાત…
    સુંદર અને સફળ પ્રયોગ.
    આ પૂર્વે અમુક શાયરો એ પણ આ પ્રયોગ કર્યાનું સ્મરણ છે, એમાં ઉર્દૂના શાયર મોહમ્મદ અલવીએ કરેલા પ્રયોગનો એક શેર યાદ આવે છે. જો કે એમાં અડધો મિસરો ગુજરાતીમાં હતો
    पता नाम चाहें तो लिखलो मियां
    मेरा नाम अलवी है ગુજરાતી છું

    થોડી મજા હું પણ લઈ લઉં…
    नहीं, गाल पर कोई ट्यूमर नहीं है
    ગલોફાંમાં ઠુંસ્યાં પડીકી ને માવો

  5. ઉમદા ગઝલ.. પ્રયોગ ગઝલમાં સુપેરે એકાકાર થાય છે.સ્તુત્ય.

  6. મેહફીલ માણવા જેવી રસિક રચના..આગે કુચ ઔર હો જાયે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *