માય લૉર્ડ !
લગ્ન એટલે શું એ મને સમજાય છે.
હા, મેં જ છાતી ઠોકી ઠોકીને કહ્યું હતું,
હું તને પ્રેમ કરું છું.
ચાલ, લગ્ન કરી લઈએ.
અને મેં દસ વરસ કાઢી પણ નાખ્યા, માય લૉર્ડ !
કાઢી નાખ્યા, માય લૉર્ડ ! કાઢી નાખ્યા…
જેમ આપ હથોડી ઠોકો છો
એમ જ મેં છાતી ઠોકી હતી.
યોર ઑનર !
લગ્ન એટલે શું એ હવે મને સમજાય છે.
– વિવેક મનહર ટેલર
(૦૭-૦૨-૨૦૧૩)
ઉમદા…
ઉમદા લખીને પણ આ અછાંદસને અન્યાય થતો હોય એવું લાગે છે… તારીફથી પરે… છે.
આ દશ વર્ષમા પેદા થયેલા શીશુઓની સમજણ નુ શું..
@ પરપોટો:
બે વાત:
એક, કવિતા સમસ્યાનો ઉકેલ આપે જ એવો કોઈ નિયમ નથી.
બે, મરી ગયેલા સંબંધની સડી રહેલી લાશ ખભા ઉપર બાળકના નામે ઉપાડીને ફરવી કે નહીં એ જે-તે પતિ-પત્નીની વિચારધારા પર નિર્ભર છે… છૂટાછેડા ન લેનાર દંપતી સારાં અને લઈ લેનાર ખરાબ એવી કોઈ પારાશીશી ઘડવી શક્ય નથી…
An escape is not always cheaper. If you keep considering the cost of an alternative for your present predicament is higher, you are not likely to break free and kiss the dime you have traded against a dollar!!!
મસ્ત મસ્ત અછાંદસ રચના
Awesome
વિવેકભાઇ આપની વાત સાચી છે,માત્ર વિચાર આવે ,બાળક ન્યાયાધિશ હોય તો ચુકાદો શો આવે..
જો છાતી ઠોકી ને પ્રેમ કર્યો હોય તો માથું ફોડી ને નિભાવવો જર્રોર્રી છે. લગ્ન એ મુખ્ય બાંધછોડ જતું કરી ભૂલી એકબીજાને અનુકૂળ થવું તે છે, શારીરિક પ્રેમ તો ઝાકળ બિંદુ ની જેમ ઉડી જાય પછી રોજ નું જીવન શરુ થાય તેમાં વિવેક બુદ્ધિ, આત્મા નિરિક્ષન્ અને અનુકુળ થવા નો પ્રયત્ન સાચા દિલ થી જે લેડી તેના પરીવાર ને મૂકી તમારું ઘર વસાવે તેને તેનું ગૌરવ સાથે રાખવી તે તમારી ફરજ છે.
અછંદાસ સાથે સુમેળ ધરાવતા સુંદર ચીત્રો છે. નદીમા એકલી વહી જતી નાવ ગમે ત્યારે ગમે ત્યા અફળાઇ ભાંગી ટુટી શકે છે. તેને નાવિકના સાથની આવષ્યકતા રહે છે. લગ્ન સંબંધનુ પણ એવુ જ છે
સરસ કવિતાઓ…… સુંદર ફોટોગ્રાફ્સ…
સુંદર અછાંદસ રચના..