(અલ્લાહનો વારસો…. …અરુણાચલ, નવે-૨૦૧૦)
*
વારસામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું,
છું મજામાં, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
ભાનમાં છું એ ખબર પડતાં જ આશાઓ વધે,
મેં નશામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
આપવા બેઠો તો મેં છાતી ચીરીને આપ્યું ને
સામનામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
લોકને પાછળ મૂકી હું મોખરે રહ્યો કે મેં
આયખામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
સંભવે જો આ યુગે તો આ રીતે જ એ ચીખશે:
હેં સુદામા, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું ?
-વિવેક મનહર ટેલર
(૨૬-૦૨-૨૦૧૩)
*
બધા જ શેર મનભાવન બની રહ્યા છે,
છેલ્લા શેરમા બહુ માર્મિક પ્રશ્ન છેડ્યો છે,કવિશ્રી ડો વિવેકભાઈને અભિનદન્……………….
Waaahhh. ….
સંભવે જો આ યુગે તો આ રીતે જ એ ચીખશે
હેં સુદામા, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું ?
Awesome
આપે જે લખ્યુ તે અમે પ્રેમથિ લૈ લિધુ
અને જિવન નિ અન્દર ઉતરિ લિધુ.
અભિનન્દન .
Arvind Vora.
Rajkot.
India.
M.94268 49718
આતિ સુન્દર !!!
very nice poem…………..
ભાનમાં છું એ ખબર પડતાં જ આશાઓ વધે,
મેં નશામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
આપવા બેઠો તો મેં છાતી ચીરીને આપ્યું ને
સામનામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.—-ખુબ સરસ!!!!!
લાંબી રદીફની સરસ મઝાની ગઝલ.
સુંદર ગઝલ….
કાવ્યના કયા ભાગના વખાણ કરુ.
સમ્પુર્ણ કાવ્ય જ સુન્દર.
ખાસ કરીને
વારસામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું,
છું મજામાં, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
તમારી કાવ્ય પન્ક્તિમા એક શબ્દ ઉમેરવાની ગુસ્તાખી કરૂ છુ. માફ કરજો.
છું મજામાં, (કારણકે) જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
વાહ્…સુન્દર ગઝલ્….
🙂
સુદર ગઝલ..