(અક્ષરની ગલીઓ… …દિરાંગ, નવેમ્બર, ૨૦૧૦)
*
તારા અક્ષરની ગલીઓમાં ઊંડે લપસ્યો કે મારા હાથે ચડી ગઈ તું,
ઠેઠ ભીતર અડી ગઈ તું.
જનમોજનમ પછી તારો કાગળ મને કોણ જાણે શી રીતે જડ્યો?
પહેલી મુલાકાત, પહેલો જ સ્પર્શ હોય એ રીતે હળવેથી અડ્યો.
અત્તર ઢોળાય રૂના તાર-તારે એમ મારા રુદિયે પડી ગઈ તું.
એક-એક અક્ષરની ડાળી પર ઝૂલ્યો હું, જેમ ઝુલતી તું મારી આંખમાં,
લગરિક અંતર પણ જો વચ્ચે વર્તાય તો આંખથી તું કહેતી કે ‘રાખ મા’.
ડાબા હાથે મૂકાયેલ કાગળ શું જડ્યો, આખેઆખી જડી ગઈ તું.
– વિવેક મનહર ટેલર
(૦૯-૦૨-૨૦૧૩)
*
વાહ કવિ… વાહ… મઝા આવી ગઇ…!!
Waah…beautiful
કવિઓ નશીબદાર હોય છે, અક્ષરમાં ઝીંદગી જડી જતી હોય છે…..
તાર તાર ડુબાડે છે…છતાં તરે છે….કાવ્ય…
જાણે આખી જિંદગી જ અક્ષર બનીને અડી ગઈ…
પરિકર્ષ ઊભું કરતું ગીત !
સરસ. પહેલી મુલકાત, પહેલોજ સ્પર્શ હોય એ રીતે હળવેથી અડ્યો,
ડાબા હાથે મુકાયેલ કાગળ જડવાથી આખેઆખી પ્રીય વ્યક્તી નુ જડી જવુ,બહુ સારી અભીવ્યક્તી.
સરસ, વિવેકભાઈ. અડી જાય તેવી કૃતિ.
wonderful geet…. maja padi gai
કવિઓ નશીબદાર હોય છે, અક્ષરમાં ઝીંદગી જડી જતી હોય છે…..
તાર તાર ડુબાડે છે…છતાં તરે છે….કાવ્ય…માં ખુબ સુન્દર અભિવ્યક્તિ…!!
આખુ કાવ્ય ખુબ જ સરસ…દરેક વ્યકતિ ને પોતાનો ભુતકાલ યાદ આવિ જ ગયો હસે…..
વાયુ તારા વિન્ઝળડાને કહેજે ધિરે વાય….
આ કવિતા મળે તો મોકલશો.
વાહ…., મર્મ સ્પર્શી !
આભાર…