
વારતા બંને તરફ સરખી રહી…. …સારસ બેલડી, ભરતપુર, ફેબ્રુઆરી, ૨૦૨૫
વાયદો કરવા છતાંયે ના મળ્યાંની વારતા બંને તરફ સરખી રહી,
ચાહ નહોતી એવું તો નહોતું જરા, પણ વ્યસ્તતા બંને તરફ સરખી રહી.
કો’કને ત્યાં પહેલવહેલીવાર બે આંખો મળી, મળતી રહી, મળતી રહી,
હોઠ ના ખૂલ્યા પરંતુ દિલ મળ્યાંની સ્પષ્ટતા બંને તરફ સરખી રહી…
એક જણ થઈને સિતારો આભમાં ચમક્યું, બીજું નેપથ્યમાં આખું જીવન,
રામ જાણે! મીર માર્યાની ખુશી તો તે છતાં બંને તરફ સરખી રહી.
રેતશીશીમાંથી શું રેતી જ? ના! સરતી રહી સમજણ ઉભય માટેની પણ,
જિંદગી સાજીસમી હોવાની તો પણ માન્યતા બંને તરફ સરખી રહી.
હું વધું કે તું વધેની વાટ જોવામાં જે આગળ ના વધી એ જિંદગી!
પહેલ ત્યાંથી થાય તો સૌ ભૂલવાની સજ્જતા બંને તરફ સરખી રહી.
યુદ્ધમાં પરિણામ કેવળ તોળશો તો પલ્લાં નક્કી ઊંચાં-નીચાં લાગશે,
પણ ખુવારી ત્રાજવે તોળો તો સમજાશે, મતા બંને તરફ સરખી રહી.
– વિવેક મનહર ટેલર
(૧૧/૦૨- ૦૪/૦૩/૨૦૨૬)

વ્યસ્તતા બંને તરફ સરખી રહી…. …સારસ બેલડી, ભરતપુર, ફેબ્રુઆરી, ૨૦૨૫
વાહ..વાહ…વાહ…
@અગન રાજ્યગુરુ
ખૂબ ખૂબ આભાર…
વાહ, સરસ
@જયેશ ભટ્ટ-
ખૂબ ખૂબ આભાર…
વાહ
@મુકુલ ચોક્સી:
ખૂબ ખૂબ આભાર…
Waah!
@અમીઃ
ખૂબ ખૂબ આભાર…
વાહ વાહ વાહ સર,
હું વધું કે તું વધેની વાટ જોવામાં જે આગળ ના વધી એ જિંદગી!
પહેલ ત્યાંથી થાય તો સૌ ભૂલવાની સજ્જતા બંને તરફ સરખી રહી.
જોરદાર
@ DILIPKUMAR CHAVDA-
ખૂબ ખૂબ આભાર…
@ Rachna Prashant Shah
ખૂબ ખૂબ આભાર…
સુંદર રચના..!
ખૂબ સરસ ગઝલ.
@ યોગેશ સામાણીઃ
ખૂબ ખૂબ આભાર
સરસ ગઝલ
@ શૈલેષ ગઢવીઃ
ખૂબ ખૂબ આભાર
નવો વિષય લઈને લખેલી કૃતિ સંતર્પક બની છે. અભિનંદન..
@નેહા પુરોહિતઃ
ખૂબ ખૂબ આભાર
Khubsaras
@જિગીષા દેસાઈઃ
ખૂબ ખૂબ આભાર
જે સ્થિતિ નિર્માણ પામી છે તેને સુંદર રીતે અભિવ્યક્ત કરતી રચના…
બંને ફોટો માટે પરફેક્ટ કાફિયા રદીફના શિર્ષક આપવાની પ્રયોગશીલતા પણ પ્રસંશનીય…
અભિનંદન…
@નરેન્દ્ર વેગડાઃ
સરસ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
Beautiful!
the example of ret–shishi is powerful, I liked how you showed understanding is finite 👌
ofcourse the end is heart touching ખુવારી ત્રાજવે તોળો તો સમજાશે, મતા બંને તરફ સરખી રહી.👌
@જ્યોતિ પટેલ:
ખૂબ ખૂબ આભાર… કવિતાના હાર્દ સુધી જે રીતે તું પહોંચે છે અને તારતમ્ય કાઢી બતાવે છે એ સાચે જ અદભુત છે… દિલથી આભારી છું.,..
વાહ કયાબાત વાહ વાહ
@આસિફખાન પઠાણ:
ખૂબ ખૂબ આભાર
વાહ.. ખૂબ સરસ
વાહ.. ખૂબ સરસ ગઝલ
@દીના છેલાવડા:
ખૂબ ખૂબ આભાર
Wah.. ત્રાજવે
@વ્રજેશ મિસ્ત્રી
ખૂબ ખૂબ આભાર