*
અહેસાસમાં મરીશું, અહેસાસમાં જીવીશું,
હર શ્વાસમાં મરીશું, હર શ્વાસમાં જીવીશું.
સંપર્કના અષાઢો છો ને વહી ગયા પણ
આખું વરસ વિરહના મધુમાસમાં જીવીશું.
દુનિયાને કહી દો, વચ્ચે દરિયાઓ પાથરી દે,
આવ્યાં છીએ જે પીતાં, એ પ્યાસમાં જીવીશું.
એક બુંદ પણ બચે નહિ, જો જો, નકર અમે તો
એમાંથી થઈને પાછા સાજાસમા જીવીશું.
ઇતિ સમાપયેત્ – આ કહીને લખી છો વાળો,
રાખો લખીને આ પણ – ઇતિહાસમાં જીવીશું!
વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૨૨)
*
સરસ ગઝલ.👌
@Yogesh Samani: આભાર…
Sunder સરસ રચના.
@Rachna Shah: આભાર…
ખૂબ સરસ ગઝલ કવિ
@ Suresh Virani: આભાર…
Beautiful બહુજ પ્રેમ થી ભરેલું!
@Ami:
આભાર…
મધુમાસમાં જીવીશું… વાહ સરસ ગઝલ
@Varij Luhar:
આભાર…
વાહ !! ખૂબ સુંદર ગઝલ 🥰
@ Hema Tilak:
ખૂબ ખૂબ આભાર
વાહ, સરસ રચના અને અદભુત ફોટોગ્રાફ!
@Nehal:
ખૂબ ખૂબ આભાર
‘કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા..
વાહ..ખુમારી ભર્યો મિજાજ વર્તાય છે ગઝલમાં.
@માના વ્યાસ:
સાચી વાત… ખૂબ ખૂબ આભાર
ઇતિ સમાપયેત્ – આ કહીને લખી છો વાળો,
રાખો લખીને આ પણ – ઇતિહાસમાં જીવીશું! Je baat !
– વિવેક મનહર ટેલર –
@ Poonam:
ખૂબ ખૂબ આભાર