![]()
(લીલી ચાદર… ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)
*
અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…
ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…
હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…
- વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)
*
-
વરસાદી મોસમ તારા આંગણે બરાબરની છલકાઈ જણાય છે….
એક પછી એક વરસાદી ગીત… ને દરેક વરસાદનો પોતાનો અલગ અંદાજ..
સરસ પ્રયાસ …
-
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…
વાહ્
અહીં પણ ગોરાંભાયલા વાતાવરણમાં છાંટ શરુ થઈ છે તો મૂકો હેઠું લેપટોપ અને ઝીલો અમીછાંટા મ્હોંમા -
બહુ જ સરસ અભિવ્યક્તિ અને તમારા શબ્દ વરસાદમા કોને ભીન્જાવુ ના ગમે!
કીર્તિકાન્ત પુરોહિત.
-
ઝરમરતો વરસાદ નીતરે આભ ઝાકમઝોળ
તોફાની સંગાથ મીત રે આભ ઝાકમઝોળ…….અંદર-બાહર બધ્ધું જ તરબોળ………..
-
so nice
-
હોવની હોડી…… સરસ્.
-
હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાંવાહ ! સરસ ગીત… અભિનંદન
-
કુદરત પ્રત્યે નો તારો પ્રેમ તારિ દરેક રચનાઓ મા તારેી એક એક કડેીઓ મા નેીતરેી ને અમને ભેીજવે ….અને અવિરત ,સતત વહેતેી આ જ રેીતે અમને ગમશે…!ખુબ જ સરસ્ ફોટાઓ પણ કવિતા ઓ જેવાજ ખુબ જ સુન્દર્…!
-
ખુબ સુંદર.
હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં… -
very beautiful…specially last pera!!! love it …..
-
વિવેકભાઇ,
ખુબ સરસ રચના. અને એવા જ સરસ અમારા વતન (રાજપીપળા) ના ફોટાઓ. -
સરસ
વિવેકભાઈ એક રચના મોકલુ છુવરસાદની મોસમ ખીલી હશે,
સુંગંધ એમા તમારી ભળી હશે.નયનથી ભરેલી એ વાણી હશે,
દુનિયા જાણે તેમા ખોવાણી હશે.યાદોની આ મોસમ તમારી હશે,
શુ ખબર દર્દોથી ભરેલી હશે.અજાણતા “પ્રિત” એ થયેલી હશે,
શુ તે મંઝીલ આખરી હશે ?પ્રતિભાવ મોકલશો.
-
very nice!
-
wow! what a romantic, too gud.
-
હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.excellent writing with beautiful pictures…….you are like a one man show!
-
the way the heavy-hearted clouds burst out in the dark sky and the rain starts… same thing happens with us when we talk with our beloved ones, things buried deep within our heart pops out without our knowlege, or i would i like to say that Sometimes same thing happens with us and we popped out whiouth knowingly in such a beautifu way as you have said .
-
सह्याद्रिनी पर्वतावलिनी लीलीछम तळेटीओमां वसेलां गामोमांनुं एक ते अमारुं रोहा. विवेके अत्यन्त हृदयङ्गम शब्दोमां वर्णवेलो वरसाद अमे तो हर चोमासे अनुभवतां ज होईए छीए. कोई पण निसर्ग-प्रेमी अहींना वातावरणमां पळेपळने मांह्यलाना चमकारे भींजाती जरूर अनुभवे! अने आवां गीतो एटला ज प्रकृतिप्रेमी सङ्गीतकार स्वरमां गूंथे अने दिव्य कण्ठे गवाय तो आहाहा! विवेकनां गीतो एनी ग़ज़लो करतां घणां वधु आकर्षक अने हैयाने स्पर्शी जाय, डोलावी जाय एवां मोहक छे.
गुजरातीमां બાહર बाहर लखवुं योग्य गणाय खरुं? आपणो शब्द तो બહાર छे. -
વરસાદમા પલળવાની મઝા કાંઇ ઔર છે. એમા પાછો વરનો સાથ હોય્!
visit http://www.pravinash.wordpress.com
પાપાનો પ્યાર માણો. -
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં
અદભુત

34 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/817/trackback