(ગુલાબી વાદળું.. …સુરખાબ, કબીરવડ, ૨૭-૦૬-૨૦૧૦)
(Flamingo ~ Phonicopterus Roseus)
*
આજે આ ઢળતી સાંજો,
આંજે આંખોમાં યાદો,
એ પહેલો પહેલો સંગાથ, સ્પર્શ્યો હળવેથી એક હાથ, થઈ ગઈ જન્મોની વાતો, તને યાદ છે?
મારી આંખોમાં બસ તું,
તારી આંખોમાં બસ હું;
ભીતર-બાહર-ચોગરદમ,
એક જ હોવાની મોસમ,
ટૂંકા દિવસો, ટૂંકી રાત, જાતમાં ઓગળતી’તી જાત, વાયુ ઉત્સવ થઈ વાતો, તને યાદ છે ?
એક જ છત્રીની નીચે,
કોણ કોનાથી જીતે?
છત્રી હું-તું, હું-તું થાય,
બંને જણ સરખા ભીંજાય,
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે?
– વિવેક મનહર ટેલર
(૨૦/૨૮-૦૬-૨૦૧૦)
*
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે?
આ વાંચતા આંખો નમી થઈ ગઈ…
અમારા સ્નહીઓમાં ચાર દંપતીઓ છૂટા પડતા પહેલા છૂટા રહેવાનાં કાયદા પાલનમા છે…
કૉર્ટની શરત પૂરી થયે…
ફરી ફરીને યાદ આવે
તેજ મારી ફરિયાદ છે
તને યાદ છે?ના આઘાત હળવી કરતી હઝલ યાદ આવી
એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
સરસ ગીત અને દિલી અભિવ્યક્તિ.ચોટ ખાધી હોય તેને તો ભીતર સ્પર્શે એવુઁ… ભઇ વાહ..
સરસ રચના..
આજે આ ઢળતી સાંજો,
આંજે આંખોમાં યાદો, -થી લઈ છે….ક, શાને ફંટાયા માર્ગો ? સુધી જળવાયેલું ભાવ સાતત્ય કવિકર્મની બારિક નક્શીદાર ઉપલબ્ધિ કહી શકાય એવું છે.
અને માત્ર કવિને જ બિરદાવીએ તો તસ્વીરકારને અન્યાય કરી બેસીએ….!
એટલે કવિ/તસ્વીરકાર બન્ને વિવેકભાઈને અભિનંદન.
કવિતા પણ તસ્વીર જેવી જ સુંદર અને તસ્વીર પણ કવિતા જેવી જ સુંદર…!!
ઢળતી સાંજના પહેલા સંગાથથી માર્ગ ફંટાયાની વાત કોરાં સગપણની ફળશ્રુતિ હોય એ વાત બખૂબી શબ્દોમાં કંડારી છે. અભિનંદન મિત્ર.
મારી આંખોમાં બસ તું,
તારી આંખોમાં બસ હું;
ભીતર-બાહર-ચોગરદમ,
એક જ હોવાની મોસમ,
wow so romantic….
ખુબ સુંદર
“એક જ છત્રીની નીચે,
કોણ કોનાથી જીતે?
છત્રી હું-તું, હું-તું થાય,
બંને જણ સરખા ભીંજાય,”………..
બંને જણ સરખા ભીંજાય,
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે
ભરપુર પ્રેમ પછી રહી ગયેલી વેદનાના લાંબા પડછાયા…
વાહ ખુબ સરસ…મને બંને જણ સરખા ભીંજાય એ બહુજ ગમી…
એક સરખા ભીંજયલા દિલ લગભગ વિખુટા થઈ જાય છે અને એ પહેલા વરસાદનાં છાંટા દિલને કોક તળીયે સચવાયલા રહે છે.
સાયન્સ કહે છે ને ઓપોસીટ અકટ્રેક્ત્સ
ઘણાં ભીંના છાંટા યાદ અપાવ્યા.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
મિઠિ મિઠિ વાત મા ક્ંઇક ર્ંધાયુ છે …..લાપસિ ના આંધણ ચોકસ મિઠુ નખાયુ છે…..
अत्यारे गगनमां नाटारम्भ मण्डायो छे अने निसर्गराणी अनराधार वरसी रह्यां छे. सृष्टि लीलीछम बनी गई छे. आवा रोमॅन्टिक वातावरणमां जीवननी सुंवाळी पळोनी यादो घेरी वळे तेमां शी नवाई! पण जीवननी समीसांजे अटारीमां गरमागरम चहाना सबडका बोलावतां साथ-सङ्गाथ निभावीने आवी यादोने ममळावतुं बेठेलुं एक युगल कल्पो – अने विवेकनी कवितानी छेल्ली मार्ग फंटायानी वात काढी नाखो – कंईक बीजुं विधेयात्मक उमेरो – तोय काव्य तेटलुं ज स्पर्शी जशे. हा, उपर-नीचे बतावेला बे पक्षीने बदले सुरखाबनुं एक युगल बताडवुं पडे!
lovely !!
આટલી સુંદર કવિતાનો અંત આટલો વ્યથામય્… ખરેખર તમારી કલમનો બ્લડટેસ્ટ કરાવવો રહ્યો..
BEAUTIFUL…
વિવેકભાઈ,
આ રચનાની સાથે ફ્લેમિંગોની તસવીરો એક યોગાનુયોગ છે કે પછી ….!!
મારી આંખોમાં બસ તું,
તારી આંખોમાં બસ હું;
ભીતર-બાહર-ચોગરદમ,
એક જ હોવાની મોસમ,
ખૂબ ગમ્યું… જો કે વિષાદ કાયમ અકળાવનારો જ થઈ રહેતો નથી ….
” યાદોથી તારો અભિષેક કરું છું,
તું ઈશ્વર નથી તોય રોજ સ્મરું છું…” આવું જ કાંઈક આજે સવારે મનમાં ઉગ્યું’તું…
ધન્યવાદ
એક જ છત્રીની નીચે,
કોણ કોનાથી જીતે?
છત્રી હું-તું, હું-તું થાય,
બંને જણ સરખા ભીંજાય,
મધુરમ્……….ગીત અને ફોટોગ્રાફિ બન્નેએ દિલ જીત્યુ.
સરસગીત
ખુબ જ સુન્દર કવિતા. છેલ્લી કડીથી સરસ ચમત્ક્રુતિ સર્જાય છે. તમે સાવ છેલ્લી કડી સુધી એ ભાવ દબાવી રાખ્યો અને છત્રીની વાતમાં રોમાન્સ જાળવી રાખ્યો એનાથી એ ભાવ વધુ ઘેરાય છે. ખુબ ગમ્યુ.
your poetry and comments keeps us healthy n wealthy wht more anyone can say…….
ખુબ જ સુંદર રચના….
અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર,
કેમ?
કેમ કે મારી પત્ની ના અમારી સગાઈ પછીના
અને લગ્ન પહેલાના છ મહિનાના વિયોગને
અને
પ્રભુ યીશુના મને સવારે ૩-૪ વાગ્યે પ્રથમ સ્પર્શને
માર હ્રદયમાં જાગ્રુત કરી મુક્યો….
એટલે કહુ છુ,
અતિ ઉત્તમ, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ……………
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે?
સુંદર કાવ્ય..સુંદરભાવો..
ખુબ સરસ કાવ્ય, વિવેક style.
સુંદર ગીત સાથે સુંદર ચિત્રો !
અભિનંદન !
ખુબ જ ગમ્યું!-
અજમા
એક જ છત્રીની નીચે,
કોણ કોનાથી જીતે?
છત્રી હું-તું, હું-તું થાય,
બંને જણ સરખા ભીંજાય,
ખૂબ સરસ પંક્તિ. અભિનંદન.
વાહ વાહ .. ખુબ કહિ .. ગમિ ગયુ
ખૂબ જ સુન્દર ગીત કવિ ! ભીતરથી ભીંજાયા વિના આવું ભીનું- ભીનું ગીત ના લખાય.
એ પહેલો પહેલો સંગાથ, સ્પર્શ્યો હળવેથી એક હાથ, થઈ ગઈ જન્મોની વાતો, તને યાદ છે?
– સરસ !
સુંદર ગીત!
તને યાદ છે? એવો પ્રશ્ન તો પાર્ટનરને સામે બેસીને પણ પૂછી શકાય પણ છેલ્લી પંક્તિઓ સમગ્ર કૃતિને એક અલગ જ વળાંક આપી જાય છેઃ
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે?
સરસ!
સાચેજ ખુબજ સરસ ગીત, વાચતાજ ગમી ગયું…
એક જ છત્રીની નીચે,
કોણ કોનાથી જીતે?
છત્રી હું-તું, હું-તું થાય,
બંને જણ સરખા ભીંજાય,
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે?
મને તો આખુ ગીત યાદ રહી ગયુ… 🙂
બસ આવુ સુન્દર્ સુન્દર લખતા રહો
બહુ સરસ ઘઝલ ચેી ખસ કરિ ને ચેીલે જે વ્યન્ગ કર્યો એ.
આજે આ ઢળતી સાંજો,
આંજે આંખોમાં યાદો,
એ પહેલો પહેલો સંગાથ, સ્પર્શ્યો હળવેથી એક હાથ————–શાને ફંટાયા માર્ગો
very nice i remebered my some good moments and some bad moments
Really nice.
good poetry with proper photoes.
ખુબજ સુન્દર સાહેબ ચેતન દવે દુબઈ
Not very good at computer. Have opened your website and enjoying. Would like to
meet you in person. Pl. give appointment ,UR phone-Cell no.
Tarun Dave, (M) 098241 96129
@ તરુણભાઈ:
આજે અમેરિકા જાઉં છું દોઢ મહિનાના પ્રવાસે. પછી મળીશું…
બંને જણ સરખા ભીંજાય,
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે?
ખૂબ જ સરસ લખ્યુ છે વિવેક ભાઈ…!!!!