ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…

P7117250
(લીલી ચાદર…                             ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

*

P7106808
(ભૂરી ચાદર…                             ….ત્યાગી ઘાટ, કેવડિયા, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

35 thoughts on “ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…

  1. વરસાદી મોસમ તારા આંગણે બરાબરની છલકાઈ જણાય છે….

    એક પછી એક વરસાદી ગીત… ને દરેક વરસાદનો પોતાનો અલગ અંદાજ..

    સરસ પ્રયાસ …

  2. ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
    ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

    – સરસ !

  3. વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
    ભીંજાવું કેવળ સંગાથમાં
    ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
    ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…
    વાહ્
    અહીં પણ ગોરાંભાયલા વાતાવરણમાં છાંટ શરુ થઈ છે તો મૂકો હેઠું લેપટોપ અને ઝીલો અમીછાંટા મ્હોંમા

  4. બહુ જ સરસ અભિવ્યક્તિ અને તમારા શબ્દ વરસાદમા કોને ભીન્જાવુ ના ગમે!

    કીર્તિકાન્ત પુરોહિત.

  5. ઝરમરતો વરસાદ નીતરે આભ ઝાકમઝોળ
    તોફાની સંગાથ મીત રે આભ ઝાકમઝોળ…….

    અંદર-બાહર બધ્ધું જ તરબોળ………..

  6. કેટલુ સરસ વાતાવરણ તમારા શબ્દોમાં,
    હોવાની હોડીને તરતી મેલી ને,
    ચાલ વહી નીકળીએ ગઈકાલમાં,
    વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરૂ રહેવાતુ નથી,
    ભીંજવુ કેવળ સન્ગાથ માં,
    સરસ અભીવ્યક્તી.

  7. હોવાની હોડીને તરતી મેલીને
    ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
    વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
    ભીંજાવું કેવળ સંગાથમાં

    વાહ ! સરસ ગીત… અભિનંદન

  8. ખુબ સુંદર.

    “સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
    ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…”

    તમારી ગઝલ પણ ઝળહળતી રહે.

  9. કુદરત પ્રત્યે નો તારો પ્રેમ તારિ દરેક રચનાઓ મા તારેી એક એક કડેીઓ મા નેીતરેી ને અમને ભેીજવે ….અને અવિરત ,સતત વહેતેી આ જ રેીતે અમને ગમશે…!ખુબ જ સરસ્ ફોટાઓ પણ કવિતા ઓ જેવાજ ખુબ જ સુન્દર્…!

  10. ખુબ સુંદર.

    હોવાની હોડીને તરતી મેલીને
    ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
    વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
    ભીંજાવું કેવળ સંગાથમાં
    ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
    ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

  11. ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…
    વરસાદમાં નીકળી પડવાનું આહ્ વાન આપતું મઝાનું, ગણગણવું ગમે તેવું ગીત.

  12. વિવેકભાઇ,
    ખુબ સરસ રચના. અને એવા જ સરસ અમારા વતન (રાજપીપળા) ના ફોટાઓ.

  13. સરસ
    વિવેકભાઈ એક રચના મોકલુ છુ

    વરસાદની મોસમ ખીલી હશે,
    સુંગંધ એમા તમારી ભળી હશે.

    નયનથી ભરેલી એ વાણી હશે,
    દુનિયા જાણે તેમા ખોવાણી હશે.

    યાદોની આ મોસમ તમારી હશે,
    શુ ખબર દર્દોથી ભરેલી હશે.

    અજાણતા “પ્રિત” એ થયેલી હશે,
    શુ તે મંઝીલ આખરી હશે ?

    પ્રતિભાવ મોકલશો.

  14. વાહ વિવેકભાઈ…
    વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
    ભીંજાવું કેવળ સંગાથમાં
    ખૂબ સુંદર અને લાગણીથી તરબતર, ભીજાવા નીકળી પડવાનું આહ્વાન…..
    ગઝલ અને ગીત બન્ને પર તમારી હથોટીને માણવાની મજા આવે છે.
    -ગમ્યું.

  15. Jai Shree Krishna Vivekbhai,

    Really very nice. Nice wording ‘n very much Romantic too.

    Photography also makes one feels to go to Rajpipla in this lovely Rainy Season.

    Very Well done, sir. Hats Off.

  16. હોવાની હોડીને તરતી મેલીને
    ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
    વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
    ભીંજાવું કેવળ સંગાથમાં
    ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.

    excellent writing with beautiful pictures…….you are like a one man show!

  17. the way the heavy-hearted clouds burst out in the dark sky and the rain starts… same thing happens with us when we talk with our beloved ones, things buried deep within our heart pops out without our knowlege, or i would i like to say that Sometimes same thing happens with us and we popped out whiouth knowingly in such a beautifu way as you have said .

  18. વરસાદની આ રચના વાચી અમારું સૌરાષ્ટ્ર યાદ આવી ગયું., વરસાદનો આનંદ જ અનેરો હોઈ.

    ખુબજ સારી રચના અને સાથેનું દ્રસ્ય.

    અશોકકુમાર દેસાઈ

    das.desais.net

  19. सह्याद्रिनी पर्वतावलिनी लीलीछम तळेटीओमां वसेलां गामोमांनुं एक ते अमारुं रोहा. विवेके अत्यन्त हृदयङ्गम शब्दोमां वर्णवेलो वरसाद अमे तो हर चोमासे अनुभवतां ज होईए छीए. कोई पण निसर्ग-प्रेमी अहींना वातावरणमां पळेपळने मांह्यलाना चमकारे भींजाती जरूर अनुभवे! अने आवां गीतो एटला ज प्रकृतिप्रेमी सङ्गीतकार स्वरमां गूंथे अने दिव्य कण्ठे गवाय तो आहाहा! विवेकनां गीतो एनी ग़ज़लो करतां घणां वधु आकर्षक अने हैयाने स्पर्शी जाय, डोलावी जाय एवां मोहक छे.
    गुजरातीमां બાહર बाहर लखवुं योग्य गणाय खरुं? आपणो शब्द तो બહાર छे.

  20. @ નિશીથભાઈ,

    બહાર શબ્દ જ વધુ યોગ્ય છે કેમકે ગુજરાતીમાં એ જ ચલણમાં છે. પણ ગીતકારને ગઝલકાર કરતાં વધુ છૂટ મળે છે. પવનને પવંન અને મનને મંન પણ ગીતકાર કહી શકે છે…

    અહીં ‘બાહર’ શબ્દ મને લય અક્ષત્ રાખવામાં ઉપકારક નીવડે છે અને એ ઉપરાંત ગુજરાતી શબ્દકોશ પ્રમાણે પણ એ માન્ય જ છે:

    1) ભગ્વદ્ગોમંડલ:
    http://bhagavadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0&type=1&page=0

    2) ગુજરાતી લેક્ષિકોન:
    http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0&dict=2&type=1&page=0

  21. ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં
    અદભુત

  22. ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
    અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
    ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
    પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
    સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
    ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

    મસ્ત…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *