મળતી રહે
December 29, 2005 in ગઝલ by વિવેક | 4 comments
શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.
હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.
તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.
છું સમય ની છીપ માં રેતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.
હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંક માં રાખી મને વહતી રહે.
ડૉ. વિવેક મનહર ટેલર (એમ.ડી. મેડિસીન)
સુરત (ગુજરાત)
-
narmad on January 7, 2006 at 3:47 am
આ બ્લોગ જોઈને ખૂબ આનંદ થયો. દર અઠવાડિયે નવી રચના મૂકવાનુ વચન જોઈને એનાથી પણ વધારે આનંદ થયો ! આ શરુઆત વટવૃક્ષ જેમ વિસ્તરે એવી શુભેચ્છાઓ !!
-ધવલ
-
Jayshree on June 26, 2006 at 1:07 am
છું સમય ની છીપ માં મોતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.I wish,
Tamara Shabdo Ni Aa Ameedhara,
Amane Jeevanbhar MaLatee Rahe. -
Pingback from શબ્દો છે શ્વાસ મારા · મળતી રહે on February 22, 2007 at 4:23 am

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- "માનવ": _૧૦. ઈ-મેઈલ લિસ્ટ
- સુનીલ શાહ: બે હાઈકુ
- Rajesh Joshi: બે હાઈકુ
- mita: સાહસ
- Jalpa: ખુદની બાદબાકી થઈ ગઈ
- paresh balar roche: ૬. ગુજરાતી શબ્દજગત
- Dr. Vinit parikh: સાહસ
- પારુલ દેસાઈ: સાહસ
- Hiral Vyas "Vasantiful": સાહસ
- Ketan Shah: સાહસ
- Chandrakant Lodhavia: ૮. નવું સ્વરૂપ, નવી સવલતો !
- Chandrakant Lodhavia: ખુદની બાદબાકી થઈ ગઈ
- Chandrakant Lodhavia: સાહસ
- kishor Shah: સાહસ
- kishor Shah: સાહસ


4 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/7/trackback