મને આ સફર મળે

જ્યાં દિલને થાય હાશ મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ !
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી ?
જૂઠ્ઠાને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

– વિવેક મનહર ટેલર

10 thoughts on “મને આ સફર મળે

  1. Very happy to see you blogging. Way to go!

    મનોજ ખંડેરીયા લખે છે તેમ

    મને સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
    ચરણો લઇને દોડવા બેસુ તો વર્ષો ના વર્ષ લાગે.

    keep up the good work.

    ગુજરાતી ભાષાને તમારા જેવા “નર્મદો” ની સખ્ત જરૂરત છે.

  2. છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
    છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

    Thanks Vivekbhai..

    I dont have different words for your every gazal. But, as you know.. I really love to read them.

  3. જ્યાં દિલને થાય હાશ મને એવું ઘર મળે,
    શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

    મક્તો ખુબજ ખુબજ ગમ્યો… સુંદર ગઝલ વિવેભાઈ…

  4. વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ !
    માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.-વિવેક મનહર ટેલર – waah bahoot khoob..

  5. છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
    છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

    વાહ!!!

  6. Pingback: મને આ સફર મળે · શબ્દો છે શ્વાસ મારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *