એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી
March 13, 2006 in ગઝલ by વિવેક | 4 comments
એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.
ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.
‘હા’ ભલે પાડી ન, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.
રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.
સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
આશની સાડીમાં લાગી તોઈ નથી હજી.
ભાવના ! શ્વસે છે વર્ષોથી કેમ આ સમય ?
લાગે છે એણે તને જ જોઈ નથી હજી.
(તોઈ = કસબની કિનારી, ગૂંથેલો છેડો)
ડૉ. વિવેક મનહર ટેલર
-
મીતેષ on March 14, 2006 at 7:10 am
વાહ ..” પળ વીત્યાની યાદો” – ઘણી બારીકાઈથી સમયને પકડ્યો છે.
“આંખોમાં આંસું, ઊરમાં આગ , બાળ્યાં નેણ, રક્ત ટપકે, દિલમાં છરી” – પ્રયોગો એકદમ ‘ખૂંખાર’ છે.
-
sagarika on March 20, 2007 at 11:14 am
એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.જબરી ગઝલ છે, આવા આવા શબ્દો ક્યાંથી કાઢો છો??
-
kinjal shah on August 4, 2007 at 3:15 pm
dil na undan ma valovayeli ek ghatna mathi nikle che e shabdo je nikalva hu tarasti hati aje tamaro abhar ke maru haiyu halvu thai gau, its like a excellent gazal ……thanks
koine koini khabar kyare mali nathi,
tutya che keva sagpan toye padi nathi,vase che tu haiye tari chabi nathi,
tara jivan ma kem mari kami nathi…….jal

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- Jayesh: …આજે તારી વર્ષગાંઠ છે !
- dhrutimodi: …આજે તારી વર્ષગાંઠ છે !
- kishore modi: …આજે તારી વર્ષગાંઠ છે !
- Pinki: …આજે તારી વર્ષગાંઠ છે !
- jyoti: …આજે તારી વર્ષગાંઠ છે !
- હેમંત પુણેકર: …આજે તારી વર્ષગાંઠ છે !
- vinodgundarwala: …આજે તારી વર્ષગાંઠ છે !
- niraj: …આજે તારી વર્ષગાંઠ છે !
- nishit joshi: …આજે તારી વર્ષગાંઠ છે !
- umesh: …આજે તારી વર્ષગાંઠ છે !
- dangodara vinod "prit": …આજે તારી વર્ષગાંઠ છે !
- ajamaa: …આજે તારી વર્ષગાંઠ છે !
- કવિતા મૌર્ય: …આજે તારી વર્ષગાંઠ છે !
- ડૉ.મહેશ રાવલ: …આજે તારી વર્ષગાંઠ છે !
- Rajeshwari shukla: …આજે તારી વર્ષગાંઠ છે !

4 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/27/trackback