લાગણી મારી સતત રણભેર છે

લાગણી મારી સતત રણભેર છે,
ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?

આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.

એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે.

આમ વરસો આપ કોઈના ઉપર,
જાત સામેનું શું કોઈ વેર છે ?

હો ગઝલ સૌ અટપટી એવું નથી,
સાવ સાદા પણ ઘણાં યે શેર છે.

ડૉ. વિવેક મનહર ટેલર

9 thoughts on “લાગણી મારી સતત રણભેર છે

  1. હો ગઝલ સૌ અટપટી એવું નથી,
    સાવ સાદા પણ ઘણાં યે શેર છે.

    – આ મારી ગમતી વાત છે ! જેટલો સાદો સરળ શેર એટલું જ એનુ વજન વધારે હોવાનુ. કમનસીબે મોટા ભાગના લોકો આનાથી ઊંધી માન્યતા રાખે છે.

  2. આ ખુબ જ સુંદર અને સરળ ગઝલ છે. શ્રી વિવેક ભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    શ્રી વિવેકભાઈ બીજું આપને એ જણાવવાનું કે આપે મારી સાઈટની જે લીન્ક આપના પેજ પર મૂકી છે તેમાં જરા સુધારો કરી તેની જગ્યાએ નીચે ની લીન્ક મુકશો જેથી વાચકોને મુળ સાઈટ નો ખ્યાલ આવે.
    http://www.readgujarati.com

    ધન્યવાદ.

  3. DR.VIVEK ne abhinandan tem ni aa rachna mate…
    EVU TO KEM MANIYE AA SADA SHE”rR CHHE>
    AA SHE”R MA PAN CHHUPAI KHUDA NI MAHER CHHE.

  4. એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
    લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!!

  5. એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
    લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!!

  6. એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
    લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!!

  7. આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
    ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

    મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
    હોય હાથે એ જ તો સમશેર છે.

    નરેશ કે.ડોડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *