એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી

એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.

ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.

‘હા’ ભલે પાડી ન, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.

રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.

સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
આશની સાડીમાં લાગી તોઈ નથી હજી.

કોણ જાણે કેમ વર્ષોથી શ્વસે છે આ સમય ?
લાગે છે એણે તને જ જોઈ નથી હજી.

(તોઈ = કસબની કિનારી, ગૂંથેલો છેડો)

– વિવેક મનહર ટેલર

9 thoughts on “એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી

  1. વાહ ..” પળ વીત્યાની યાદો” – ઘણી બારીકાઈથી સમયને પકડ્યો છે.

    “આંખોમાં આંસું, ઊરમાં આગ , બાળ્યાં નેણ, રક્ત ટપકે, દિલમાં છરી” – પ્રયોગો એકદમ ‘ખૂંખાર’ છે.

  2. એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
    એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.

    રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
    પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.

    જબરી ગઝલ છે, આવા આવા શબ્દો ક્યાંથી કાઢો છો??

  3. dil na undan ma valovayeli ek ghatna mathi nikle che e shabdo je nikalva hu tarasti hati aje tamaro abhar ke maru haiyu halvu thai gau, its like a excellent gazal ……thanks

    koine koini khabar kyare mali nathi,
    tutya che keva sagpan toye padi nathi,

    vase che tu haiye tari chabi nathi,
    tara jivan ma kem mari kami nathi…….jal

  4. simply beautiful. . till last sher, the poem is full of pain and last sher i felt is a height of appreciation . . i may b wrong but loved it. .

  5. બહુ અઘરી લાગી.. બીજી વાર વાંચી ત્યારે ભાવાર્થ સમજાયો.. પણ ખરેખર બહુ જ સુંદર લખ્યું છે..

  6. એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
    એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.
    વાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *