શોધ

IMG_1585
(કુછ તેજકદમ રાહેં….      …સિંગાપોર, ૨૦૧૬)

*

કૂતરું કરડે અને હડકવા થાય
એમ તમને ભટક-વા થઈ ગયો છે.
એક સ્થળ.. બીજું સ્થળ…
એક દિશા… બીજી દિશા…
– તમે રસ્તા બદલતા રહો છો, નક્શા બદલતા રહો છો.
પ્રાંત બદલાય છે,
ભાષા પણ અને વેશ પણ.
પણ તમે?
તમે-
તમે તો મૂળે પલાંઠીના માણસ.
તમારે પગે ભમરી? ક્યારથી?
મને કહેશો,
તમે શું શોધી રહ્યા છો?
નહીં?
એક મિનિટ…
જરા તમારી આંખોમાં
ચૂકી જવાયેલ સ્ટેશનનું નામ તો વાંચી લેવા દો મને,
કેમકે
એ દિવસથી જ
તમારા સરનામામાંથી ઠરી-ઠામ છેકાઈ ગયું છે !

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૩)

*

IMG_2095
(તું જ મારી શોધનો કિનારો…                  ….જૂનું કોચી, ૨૦૧૬)

10 thoughts on “શોધ

 1. ચૂકી જવાયેલ સ્ટેશનનું નામ….. !! Awesome….!!

 2. વાહ…ચૂકી જવાયેલું સ્ટેશન
  સહજ, સુંદર અભિવ્યક્તિ

 3. ઠરી-ઠામ છેકાઈ ગયું છે !…. Wahhh….

 4. વાહ ટૂંકુ પરંતુ ચોટદાર….. સરસ

 5. …તમારા સરનામામાંથી ઠરી-ઠામ છેકાઈ ગયું છે !

  …વાહ, ક્યા બાત હૈ …

  લતા હિરાણી

Comments are closed.