હાઇકુ

Kausani by Vivek Tailor
(એક આશાનું કિરણ….          ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

મારું મૌન જ
મારી જિંદગી વિશે
બોલતું રહ્યું.

*

સ્નેહની ભીંત
ના ટકે, સ્મરણની
સિમેન્ટ વિના

*

બંધાઈ રહ્યાં
આજીવન. શું હતું
આપણી વચ્ચે?

*

ચકલી ગુમ:
હવે શહેર પોતે
નિષ્પર્ણ વૃક્ષ.

*

શ્હેરની છાતી
ચીરી, નીકળ્યો ઊડી
ગયેલો ટૌકો.

*

બે કાંઠા વચ્ચે
પુલ તો બાંધી દેશો,
હૈયાં જોડાશે?

*

હું ચુપ. તુંય.
બોલે બસ બંનેના
મોબાઇલ જ.

-વિવેક મનહર ટેલર
(મે, ૨૦૧૨ – મે,૨૦૧૭)

Bird by Vivek Tailor
(ભૂલો પડેલો ટહુકો….           ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

 1. Devang Naik’s avatar

  Wah…Love it..So poignant

  Reply

 2. Nehal’s avatar

  Waah khub saras!

  Reply

 3. algotar ratnesh’s avatar

  વાહ

  Reply

 4. girish popat’s avatar

  Wah

  Reply

 5. ગૌરાંગ ઠાકર’s avatar

  વાહ કવિ વાહ…

  Reply

 6. Shreyas’s avatar

  Waah sir jee kya baat hai

  Reply

 7. મિત્ર રાઠોડ’s avatar

  વાહ મજા આવી ગઈ

  Reply

 8. Jafar’s avatar

  बहुत खूब

  Reply

 9. Maheshchandra Naik’s avatar

  બધા જ હાયકુ મનભાવન અને અર્થપુર્ણ, સરસ,સરસ,સરસ…. અભિનંદન અને આભાર….

  Reply

 10. Rina Manek’s avatar

  Waaaah

  Reply

 11. Poonam’s avatar

  બંધાઈ રહ્યાં
  આજીવન. શું હતું
  આપણી વચ્ચે? Mast…

  Reply

 12. vasant’s avatar

  મરતાં રહ્યાં,
  છતાં જીવતાં રહ્યાં,
  કોણ કોના માટે રે !

  Reply

 13. rakesh’s avatar

  બહુ જ સરસ Very Nice and Impressive
  keep it Up Bhai

  Reply

 14. મીના છેડા’s avatar

  વાહ!

  Reply

 15. Lata hirani’s avatar

  ગમ્યા. બધા જ..
  લતા

  Reply

 16. હરીશ વ્યાસ’s avatar

  ખુબ જ સરસ હાઇકુ

  Reply

 17. વિવેક’s avatar

  આભાર મિત્રો….

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *