હાઇકુ

Kausani by Vivek Tailor
(એક આશાનું કિરણ….          ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

મારું મૌન જ
મારી જિંદગી વિશે
બોલતું રહ્યું.

*

સ્નેહની ભીંત
ના ટકે, સ્મરણની
સિમેન્ટ વિના

*

બંધાઈ રહ્યાં
આજીવન. શું હતું
આપણી વચ્ચે?

*

ચકલી ગુમ:
હવે શહેર પોતે
નિષ્પર્ણ વૃક્ષ.

*

શ્હેરની છાતી
ચીરી, નીકળ્યો ઊડી
ગયેલો ટૌકો.

*

બે કાંઠા વચ્ચે
પુલ તો બાંધી દેશો,
હૈયાં જોડાશે?

*

હું ચુપ. તુંય.
બોલે બસ બંનેના
મોબાઇલ જ.

-વિવેક મનહર ટેલર
(મે, ૨૦૧૨ – મે,૨૦૧૭)

Bird by Vivek Tailor
(ભૂલો પડેલો ટહુકો….           ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

17 thoughts on “હાઇકુ

  1. બધા જ હાયકુ મનભાવન અને અર્થપુર્ણ, સરસ,સરસ,સરસ…. અભિનંદન અને આભાર….

  2. બંધાઈ રહ્યાં
    આજીવન. શું હતું
    આપણી વચ્ચે? Mast…

  3. મરતાં રહ્યાં,
    છતાં જીવતાં રહ્યાં,
    કોણ કોના માટે રે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *