(જીવનને અઢેલીને…. ….તવાંગ, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)
*
બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !
રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?
તમારા પર ગઈકાલે નજર એની પડેલી ને ?
પૂછો, ચાદરના સળમાં પાંગરેલ ચંપા-ચમેલીને.
પછી પૂછી શકાઈ નહીં કશી પણ વાત ઘેલીને,
તમારું નામ સાંભળતાં જ એ આંખો રડેલી ને…
વખાઈ ગઈ હશે ગઈકાલ નક્કી કો’ક કમરામાં,
થયાં વર્ષો છતાં ક્યાં ઊંઘ આવી છે હવેલીને?
હજી પણ દઈ નથી શક્તો કશું પણ નામ હું એને,
ભીતર આખ્ખુંય તાણી ગઈ’તી એ ગમખ્વાર હેલીને.
તમન્ના, તક કે સગવડ, નોકરી કે છોકરી યા ડિશ-
નથી નક્કી થતું છેવટ સુધી, આ લઉં કે પેલીને ?!
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૧-૨૦૧૭)
*
aakhkhi gazal ekdam serious mood ma vaanchi gai…. ane kavie chhella sher ma sixer maari 😀
ટેસ્ટ…
Bahot khub aakhri misra me to dil le gae sir aap
તમન્ના, તક કે સગવડ, નોકરી કે છોકરી યા ડિશ-
નથી નક્કી થતું છેવટ સુધી, આ લઉં કે પેલીને ?!
😃😃😃
હજી પણ દઈ નથી શક્તો કશું પણ નામ હું એને,
ભીતર આખ્ખુંય તાણી ગઈ’તી એ ગમખ્વાર હેલીને.
Aaahhh… waahhh
મજા આવી ગઈ સાહેબ મજ આવી ગઈ
સરસ,સરસ,સરસ…..ડો.વિવેકભાઈ અભિનંદન…. આભાર….
ખૂબ સરસ રચના છે
હજી પણ દઈ નથી શક્તો કશું પણ નામ હું એને,
ભીતર આખ્ખુંય તાણી ગઈ’તી એ ગમખ્વાર હેલીને.
વાહ..વિવેકભાઈ. સુંદર
પૂછો ચાદર ના………..
વાહ વાહ
Saras…
Lagnisabhar gazal
ખૂબ સરસ કાવ્યરચના.
આ પંક્તિ અદ્ભૂત!
“પૂછો, ચાદરના સળમાં પાંગરેલ ચંપા-ચમેલીને”
રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?
વાહ!
બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !
આફરીન!
કેમ છો મીનાબેન, મઝામાં? (test comments)
પછી પૂછી શકાઈ નહીં કશી પણ વાત ઘેલીને,
તમારું નામ સાંભળતાં જ એ આંખો રડેલી ને…
humm…
Again testing, level 1 or level 2