(ઊભુ રહે… ક્યાં ભાગે છે તું?.. …..કૌસાની, મે-૨૦૧૭)
*
મા વિશે લખવા માટે મારી પાસે કંઈ જ નવું નથી.
અય મા! તેરી સૂરત સે અલગ…
जननी जन्मभूमि श्च..
મા તે મા….
માવતર કમાવતર…
જનનીની જોડ સખી!
જે કર ઝુલાવે પારણું….
-આ બધું તો ઑલરેડી લખાઈ ગયેલું છે.
મા માટે કવિતા લખવા માટે મને કોઈ ગીત-ગઝલ સૂઝતાં નથી
કેમ કે મા સાથેના મારા સંબંધો બિલકુલ નિયમિત નથી.
મને બહુ મોડું થાય તો મા મારી રાહ જોઈને બેસી રહેતી નથી.
એ સૂઈ જાય છે.
માને કંઈ દુર્ગાની જેમ દસ હાથ નથી.
રસોઈ મીનાક્ષીબેન બનાવી જાય છે.
કચરા-પોતું, વાસણ-કપડાં પણ એણે કરવા પડતાં નથી.
ટેક્સ્ટબુકમાં છપાયેલું હોય કે ફિલ્મોમાં બતાવે
એવું કંઈ ખાસ એણે કરવાનું આવ્યું નથી.
પ્રેક્ટિકલી મા પાસે એવું કંઈ કરવા જેવું છે જ નહીં જેની કવિતા કરી શકાય.
હું ડ્રૉઇંગરૂમમાં વધારે બેસતો નથી;
મા સાથે તો જવલ્લે જ.
એની સાથે વાત કરવા જેવું મારી પાસે કશું હોતું નથી,
તો પછી કવિતા શેની કરવાની?
પણ એય માણસ છે, માણસ… ભગવાન તો નથી જ ને?
મારા વર્તનથી એને દુઃખ પણ થતું જ હશે,
કેમકે એના ચહેરા પર મારા વડે થતી અવહેલના ક્યારેક જોઈ શકાય છે.
મા મરી જશે તો શું મને તકલીફ થશે ખરી?
શું હું ત્યારે મા વિશે કવિતા લખીશ?
ખબર નહીં.
હું એને ભગવાન ગણતો નથી.
મેં ભગવાનને જોયો પણ નથી ને હું ભગવાનમાં માનતો પણ નથી.
પણ ગઈકાલે જ્યારે મારા દીકરા પર ગુસ્સામાં મારો હાથ ઊંચો થઈ ગયો
ને મારા દીકરાની માએ
ફક્ત એની આંખો વડે મારા હાથને હવામાં જ પકડી લીધો
ત્યારે…
બસ ત્યારે, મને થયું કે મા મને થોડી થોડી સમજાય છે.
– વિવેક મનહર ટેલર
(૦૫-૦૫-૨૦૧૭)
. અવાસ્તવિક,કાલ્પનિક માં સ્તુતિ કરતા આ વાસ્તવિક,યથાર્થ સત્ય વાંચવાની મજા પડી મહદઅંશે સૌની આજ મનોસ્થિતિ હશે…
હ્રદયના કોટરે લોહી નથી, છે લાગણી, મા છે,
સમજને સૂઝકાથી ગૃહસ્થી લે સાંકળી, મા છે.
નયન નેહે નિતરતાં કર મહીં આશિષ વહે જેના,
સદા કાળે વરસતી શીશુ કાજે, વાદળી, મા છે.
ન દુઃખોને ફરકવા દે જરી બાળક સમીપે એ,
વજ્ર, બખ્તર, લગામો, ઢાલ, બનતી સારથી, મા છે.
વહાલપથી છલોછલ ઝરણ, હેલી મમત ટપકે,
બગીચો જીંદગી નો એ ખિલાવે, ફાગણી, મા છે.
ડગર ભટકે, છટકે સાથી, વળી વાંકુ થતું ભાગ્ય,
સફરને તરબતર કરતી, સુહાની રાગણી, મા છે.
ડો. જિજ્ઞાસા
મારે મા હતી ત્યારે મા વિષે ની કવિતા ઓ કે લેખો કે
નહોતા થતાંકે લખાતાં આજે જયારે એનાથી
આ બધું વાંચીને હું મારા અશ્રુઓને રોકી નથી શકતો.
માના ઞયાં પછી જ મા ની ખુબ યાદ આવે છે.
હરીશ વ્યાસ.
કે
सरल, सहज और सुंदर
यह लिखने के लिए वीरता और सदबुद्धि चाहिए
जो आपमे है ही और वो आपकी मा के नाममे भी निहित है
“वीरमती”
વાહ
વાસ્તવિકતાથી ભરપૂર
Wah adbhut
Abhinandan
વાહ કવિ વાહ…
લે !! બસ કરને !!.બા ; હવે !
કશું જ સહન કરીશમાં ; હવે
ચાલશે,ફાવશે અને ભાવશે એવા
શબ્દોનું રટણ કરીશ ના હવે !
શું શરીર તારું કદી થાકતું નથી?
શુ તને કદી કોઈ દુ:ખ લાગતું નથી?
જીવનભર જીવી તું અન્યને કાજ
શું તારા માટે જીવવું તને ફાવતું નથી!!
એ બધુ શીખી જાને !!બા ; હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
તારુ ઘર એ જ તારું તીરથ ધામ
તારી સેવા આગળ ભક્તિનું શું કામ?
ઢળતી ઉંમરની ઓગળતી સાંજે
તારે હજીયે કરવાના બાકી છે કામ
હવે તો બેસ!! કહેતી નઈ ના હવે !
લે !! બસ કરને !!.બા ; હવે !
ઘરનો હિસાબ તારી આંગળીના ટેરવે
કામની લાહ્યમાં કદી માળા ના ફેરવે
નાનકડાં કામ સારું દોડતી રહેતી તું
બે ઘડી પગને જમીને ના ઠેરવે
પગનાં દુ:ખાવાને અવગણીશમાં હવે!!
લે !! બસ કરને !!.બા ; હવે !
ચિંતા અને ઉદાસીના હેંતકના ભારે
આંખો બની ગઈ છે ખાડી
ચામડીએ પડેલી એકએક કરચલી
ખાય છે આખા જીવતરની ચાડી
બસ!જરીયે અફસોસ કરીશ માં હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
જાણુ છું બધુ સહેવાની તને
આદત થઈ ગઈ છે હવે
ડહાપણની બધીય વાતો તો
નાહક થઈ ગઈ છે હવે
પણ બદલાઈ જા ને !!બા..
જરીયે મોડું કરીશમાં હવેેે
લે !! બસ કરને !!.બા ; હવે !
-“રોશન” કિરણ જોગીદાસ
वाह
सरस विवेकभाई
I am happy to cry little with many of you !!
— Prakashsinh @ NY
Awesome…..
સરસ. વાસ્તવિકતાનેી લગોલગ.
ત્યારે…. Aaha !
Shabdo se pare hota
kuch aesa bhi hota he…
Sudhakar Harihar Bhatt ( I am son of Harihar Bhatt , who wrote very
Famous Prayer , Ek J De Chingari Jayshriben
Hereby I am presenting my Own Written Poetry about : MA
June 5 , 2017 at 10:50 Am , New York
Matruprem
Prem tam Pujy Ba
Jivanbhar bhulay na
Dildarpanmahithi
Kadi pan bhusay na !!
Nayan premal tam ava
Amiras Sukay na
Premras am pava
Nayan tam biday na !!
Premsagar tam bhavya
Kadi pan vilay na
Dubi gayethi tema
Jivan vyarth gay na !!
Sukhi karava amne, tam
Dukh ganya ganay na
Matruprem avo tam
Kadi pan visaray na !!
Sudhakar Harihar Bhatt
અદ્દભૂત….
આ જ સાચું કવન છે …જેમાં ખોટાં કલ્પનો નથી ..
Just superb…
આભાર