ફરી એકવાર ભીંજાવાની મોસમ…

સામાન્ય રીતે વાત એવી બનતી હોય છે કે કોઈ કાગળ પર તમારી કવિતાનું તમે સરસ મજાનું કૉમ્પ્યુટર પ્રિન્ટ-આઉટ કાઢીને ટપાલ-ટિકિટનો ખર્ચો કરીને કોઈ સામયિકના તંત્રીને મોકલો (સાથે પૈસા ખર્ચીને પોતાના સરનામાવાળું પૉસ્ટકાર્ડ પણ ખરું જ સ્તો!) અને થોડા વખત પછી તકિયાકલામ જેવી બે લીટીમાં ‘સાભાર પરત’નો સંદેશો તમને મળે. પણ કોઈકવાર આનાથી સાવ વિપરીત થાય તો?

રવિવારની એક સવારે મુંબઈથી પ્રિય સખી મીના છેડાનો ફૉન આવ્યો કે તરત જ કૉફીની વરાળ સમી સવાર ખુશનુમા બની ગઈ. ‘અભિનંદન, અલ્યા ! તારી કવિતા તો ‘મુંબઈ સમાચાર’ની રવિવારીય પૂર્તિના પહેલા પાના પર આવી છે…’

‘પણ ત્યાં કેવી રીતે?’ નો પ્રશ્ન જેવો ઊગ્યો એવો જ આથમી પણ ગયો. ‘મહેફિલે-ખાસ’ વિભાગમાં મુકુલ ચોક્સીની ‘લયસ્તરો‘ પર સૌપ્રથમવાર પ્રગટ થયેલી અક્ષુણ્ણ ગઝલની સાથે મારી વેબ-સાઈટ પર પ્રગટ થયેલું આ ગીત… મારી બંને વેબ-સાઈટના કોઈ રસિક મિત્રે અમારા બંનેની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ને મોકલી આપી હશે… ‘સાભાર-પરત’ના કાગળિયાઓના વરસાદની વચ્ચે સાવ આમ અચાનક કોઈ કવિતા જ્યાં કદી મોકલી નથી, કે મોકલવાનું વિચાર્યું નથી ત્યાં વીજળીની માફક ચમકી આવે તો કેવો આનંદનો પ્રકાશ છવાઈ જાય ! બસ, એ ક્ષણાર્ધના અજવાળામાં આપ સૌનો પણ ફોટો પાડી લેવાની ઈચ્છા થઈ એટલે અગાઉથી જ આભાર માની લઈને આ આજની પૉસ્ટ…


(મુંબઈ સમાચાર – રવિવારીય ‘વેરાઈટી’ પૂર્તિ…           …૩૦-૦૯-૨૦૦૭)

25 thoughts on “ફરી એકવાર ભીંજાવાની મોસમ…

 1. અભિનંદન વિવેકભાઈ..
  તમારી આ નાનકડી પૉસ્ટ વાંચી … ગમ્યું
  અણધારી રીતે આવું બને તો આનંદ જ આનંદ ..
  અહીં ચેન્નાઇમાં પણ હમણાં વરસાદી વાતાવરણ છે.. તેવામાં કાગળની હોડી જોઈને બાળપણ યાદ આવી ગયું….

  લિ.
  હિમાંશુ પરભુભાઈ મિસ્ત્રી
  ચેન્નાઈ, તામિલનાડુ.

 2. વધુ એક અભિનંદન સ્વીકારજો. તમારી અહીં મૂકેલી ગઝલોનો સરવાળો ૯૯ થયો છે, સદી ક્યારે પૂરી થાય તેની ત્રણેક અઠવાડિયાથી રાહ જોઉં છું, પણ વચ્ચે ૨૦–૨૦ ઓવરોની મેચ આવી ગઈ, ને આજે પાછી જૂની મેચ બતાવી.ચાલો, વધુ એક અઠવાડિયું રાહ જોઈએ, કદાચ તમારામાં રામ વસે ને મારી આતુરતાનો અંત આવે..!

 3. ખુબ અભિનંદન વિવેકભાઈ..
  અને આવી અણધારી ખુશી તમને સદાય સાપડતી રહે……
  ઈશ્વર ને એ જ પ્રાર્થના….

 4. વિવેક્ભૈ,
  મજા આવિ ને અભિનન્દન કે તમે કૈ ને કૈ નવુ આપ્તા રહો સદાય તેવિ આશા ને પહેલિ વાર ગુજરાતિ લખવા નિ મજા બદાલ પન્.
  વિજય્

 5. વિવેકની નીખાલસ વાતો-
  જેમા આપણી કોઈ કૃતિ મોકલીએ અને બેરહેમી
  રીતે સાભાર પરત થતી કૃતિઓની વાત
  સાથે સાનંદ નવુ બને તે વાત –
  જાણી આનંદ થયો.
  હવે તો આ બધું જાણી—લાગે છે-
  બગીચા-એ-અત્ફાલ હૈ દુનિયા મેરે આગે
  હોતા હૈ શબે રોઝ તમાશા મેરે આગે
  હવે આટલા મોટા ગજાનાને,
  આવી નાની વાતમાં મોટા મોટા શબ્દોથી
  દાદ નથી આપવી

 6. ાભિનન્દન – તમારિ ગઝલ બહુજ સરસ – I still need to learn how to write using these fonts – could not complete it and did not want mess the message – but very nice – lage raho vivekbhai – this has been a very pleasent find for me – wish you all the best – lo and behold it has started raining here in Houston as I write this to you on a saturday afternoon.

  Ketan Dave

 7. “પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
  ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.” (‘થઈ ગઈ !!’)

  અભિનંદન, વિવેકભાઈ………..

 8. એક બાર વકત સે લમહા ગિરા કહિ
  વહા દાસતા મિલિ લમહા યહી કહિ

  યે વો લમહા હૈ જૉ આપને પાયા હૈ

  Congratulations Dr. Vivekbhai,

  Swanso ne kinare ame tamari naav ma betha,
  Uper Aabh ane Niche Pani per betha,
  Fari ne joyu to tame Jojno Dur betha hata.

 9. જોને અલ્યા વિવેક, તારી હોડી તો તરતી તરતી મુંબઈ પહોંચી ગઈ!
  અમને પણ એકાદ સહેલગાહ કરાવજે.

 10. Many many congratulations for this. I felt really happy when I read that your poem published on first page. It is a proude for all Gujarati.
  You are genius. You are the best. God may bless lots of prosperous poems in this rainy season.
  With warm regards,

 11. અભિનંદન,
  મુંબઈમાં આવેલ પાછોતરા વરસાદ સાથે આ ગીત માણવાની ખુબ મજા પડી…
  મુંબઈમાં ભલે રૂબરૂ નથી આવતાં પણ છાપાઓમાં આવતા રહેજો..
  જય ગુર્જરી,
  ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

 12. હું નાની હતી ત્યારની એક કવિતા યાદ આવી
  ચાલો ને રમીએ હોડી હોડી
  આગળનાં શબ્દો યાદ નથી આવતા.
  મુંબઈમાં રહીને મારે ત્યાં મુંબઈ સમાચાર નથી આવતું.

  વિવેક
  અભિનંદન

 13. નીલાબેન,

  “ચાલોને રમીએ હોડી હોડી” ગીત પિનાકીન ત્રિવેદીનું છે, જે આપ મારી પ્રિય મિત્ર એસ.વી.ના બ્લૉગ પર અહીં માણી શક્શો:

  http://www.forsv.com/guju/?p=216

 14. અભિનંદન,

  ખરેખર કવિતા વાંચતા સાથે જ ગમી ગઈ.

  આશા રાખીએ કે તમે આવી જ રીતે સર્જન કાર્ય ચાલુ રાખો.

  સિદ્ધાર્થ

 15. શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો દિલથી આભાર… આપની શુભેચ્છાના આ શબ્દો જ શ્વાસ છે મારા…

Comments are closed.