(પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ…. …નળસરોવર, જાન્યુ-૨૦૦૭)
(લીલો પતંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)
.
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ચક્-ચક્, ચીં-ચીં, કૂ-કૂ, કા-કા
ખળખળ વહે રગોમાં;
ડાળ-પાંદડા તાર-થાંભલા
શ્વાસોના સરનામા.
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)
વાહ ભૈ ! મજા આવેી ગૈ ! સસ્નેહ યાદ ….
મનમાં ગાતાં ગાતાં જ વંચાઈ ગયું. સ્વરબદ્ધ થાય તો અપ્રતીમ રચના બની જાય.
અભીનંદન.
સુરેશભાઈની જેમ જ મેંય મનમાં ગાતાં ગાતાં જ બે વાર ગણગણી લીધું આ ગીત ! ભાવપ્રાગટ્ય માટે શબ્દોનું ચયન અને તેની મનોરમ ગોઠવણી કાબીલેદાદ છે !
કોઈ કલાકારનું સ્વરાંકન પામી, આ ગીત અમર થવા સર્જાયેલું છે..
અમારી શુભેચ્છાઓ..
..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
વાહ, બહુ જ સરસ રચના છે.
સુરેશભાઈ સાચુ જ કહે છે કે આ રચના સ્વરબદ્ થાય તો ચાર ચાંદ લાગી જાય.
કેતન શાહ
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
વાહ! સુંદર ગીત વિવેકભાઈ!
બહારગામ જતાં જતાં આ વાંચવા મળ્યું ! વધુ તો લખી શકતો નથી પણ યાદ રાખીને ગણગણીશ મઝાનું છે. અભીનંદન.
મને તમારાં ગીતો માટે વધુ ભાવ છે. વધારે આપતા રહો એવું કહું ?
મિત્ર વિવેક,
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
મનને અડીને સ્થિર થઈ જતો વિચાર…
મીના
સુંદર ગીત..! ગઝલની જેમ ગીતમાં પણ તમારું હીર પ્રગટી રહ્યું છે.
લો મેં કહી દીધું
‘બહુ સરસ.’
આથી વધુ શું હોય?
બતાવો.
તો એ કહું.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
મને ગીતો આટલા કદી ગંયા નહોતા તમે અને બીજા મીત્રોઅએ ગીતોનો ચસ્કો લગાવ્યો છે,સુ’દર ગીત ચે. આભાર.
સરસ ગીત
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
– સરસ !
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
સરસ ગીત.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
Dear Vijay,
Nice poem.I loved it.
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું
ખુબ જ ભાવ-સભર
કલરવના વાવેતર રૂદિયે-
તે તો પ્રેમના વાવેતર તેમાં શું રાખું,શું ચાખું ?થાય
પણ ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખુંને
ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ વાંચતાતો આપણી આંખ ભીની થાય અને
ચીસોના ટોળાંમાં આપણી ચીસ પણ ઉમેરાય-
અમારા જેવા વનવાસીઓને તો વધુ વેદના થાય-
સુરેશભાઈ તથા અન્યોનું સૂચન-“સ્વરબદ્ધ થાય તો અપ્રતીમ રચના બની જાય.”
માં અમે પણ જોડાઈએ છીએ
અભીનંદન.
ટહુકે ટહુકે પાઁખે પાઁખે ગગન ઊડતુઁ આખુઁ.
વાહ કવિ વાહ !
નખશિખ ………સાંગોપાંગ ……….સુંદર રચના ……….વધારે શું કહુ સર…..
વાહ મિત્ર…
હું કઈ પંક્તિ વખાણું,
ને કઈ બાકી રાખું?
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું
…………………………………………………………..
વાત સહિયર ને કહેવાની પણ શબ્દ બેઠા જ સાજન ના!!!!!!
ક્ષમા ભાઇ પણ સહિયર ના કાન મા આ ચીસ ઝરા હળવે થી પડત… તો ખરે જ ટહુકે ગગન પાંખુ થતુ.
ખરેખર કવિતા મનમા તો કલરવ કરી ગઈ પણ સાથે સુર મળૅ તો મજા પડી જાય.
આ ભીતરનો કલશોર શબ્દ બની ને બહાર આવે ત્યારે આપોઆપ અજવાસ પ્રગટી જાય.
વિવેકભાઇ,અભિનન્દન્
શ્રેી વિવેક્
બધિ જ કવિતઅ બહુઉજ સરસ ચ્હે શુ લખ્વુ તે જ સમજ નથિ પદ્તિ ગુજ્રતિ શબ્દ મ બહુલ પદે ચ્હે
Realy, felt like a bird floating in free air. Nice composition.
અમારા હ્રદય ના પિંજરે તો “વખાઈ” જ ગયા!
તમને જાણી ને આનંદ થશે…માધવ રામાનુજ એ પણ ક્યારેક લખેલુ….વિશ્વના આ વૃક્ષ મારા ફેફસા અને ટહુકે છે એ કોયલ શ્વાસ છે…”માધવપ્રેમ” મા તમે ભાગલા પડાવ્યા છે!
રૂંવે..રૂંવે છવાયા !
આ ‘શ્વાસોના સરનામા’ શબ્દો હોય
‘ભીતરનો કલશોર’ ‘ચીસો’ પાડી રહ્યું હોય
અને ત્યારે સર્જકના સર્જનને ‘પાંખો’ આવે અને
આ આખાયે ‘ગગન’માં ના ‘ટહુકે’ તો જ આશ્ચર્ય ! !
ખૂબ સુંદર રચના છે.
કપાય ગયા સહુ વૃક્ષો
વગડો થયો સુકો સુકો;
ક્યાં ઉડી બધા પંખી?
ને ખોવાયો કોયલનો ટહુકો.
તને ને મને એ યાદ હજુ ય એ ઝાખું ઝાખું;
ધરાના તન પરનું ક્યાં ગયું લિલોતર્રીનું લાખું?
વિવેક,
તમારા ગીતોને જલ્દી સુર મળે તો કેટલું સારું?
ખૂબ સુંદર રચના છે.
ખરેખર , ખુબ જ સુંદર રચના છે,
વિવેકભાઇ, આપની ઘણી એવી રચનાઓ છે, જે સ્વરબદ્ધ થવી જ જોઇએ…
આપના ગીતોને સ્વર મળે એ જ પ્રાર્થના….
ડાળ-પાંદડા તાર-થાંભલા
શ્વાસોના સરનામા.
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ખૂબ સુંદર રચના
Hemant Vaidya
Pingback: શબ્દો છે શ્વાસ મારા · ઘર-આંગણાના પક્ષીઓ (ફોટોગ્રાફ્સ)
ઘણિ જ સુન્દર રચન છે.
કૈ પન્કતી લખુ ને કઈ બાકી રાખુ?
એક એક પંક્તી સરસ છે.
સરસ…
વાહહ્….
કેહવાનું તમે બધું એટલું સરળતાથી કહી દીધું અને બાકી નું બધાયે કહી દીધું…વિજયભાઈ તમે ખુબ સરસ રચના લખી છે …વિશેષ કૈ લખવાનૂ બાકી હોય તો તમે જ કહો…સ..ર…સ..!!