વરસાદની મોસમ છે…


(મોસમ વરસાદની…..                ….સ્વયમ્, જુન-૨૦૦૬)

ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.

છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી,
તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલો
મેઘધનુની વાટે,
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

-વિવેક મનહર ટેલર

70 thoughts on “વરસાદની મોસમ છે…

  1. ભલે તેમાં બાલમસ્તી ઝલકતી હોય, પણ વરસાદની મોસમમાં તમારી કૃતિ વયસ્ક ભેરુને પણ લલચાવી દેશે!

    … હરીશ દવે અમદાવાદ

    • ઇ અરે સય઼ઇન્ગ બેcઔસે અમ અમેરિcઅન જુસ્ત cહન્ગેદ મ્ય઼ ત્ય઼પિન્ગ તો થિસ લન્ગુઅગે સો ય સોર્ર્ય઼.

  2. વાહ દોસ્ત..!
    આ વરસાદની મૌસમ તો ખાસ છે જ… અને એમાં તમે આવુ સરસ ગીત લખી દો… એટલે તો પછી મઝા જ મઝા…..

  3. under rachana chhe.BaL Kavyo lakhava te agharu kaam chhe.Tame sada sidhsa shabdo lai BaLako ne modhe chadi jaay evu lakhyu,N chhe.
    Va,Nachta “chal varasaad ni mosam chhe palaL ta jaiyie” yaad avyu.N.

  4. છરાવાળી તારી હોડી,
    મારી સીધી-સાદી;
    કોની હોડી આગળ જાશે,

    બાળપણ યાદ આવી ગયુ.

    મનીષભાઈ સાચુ કહે છે કે આ ક્રુતી ને compose કરવી જોઈઅએ.

    ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે. વાહ ..

    કેતન શાહ

  5. ભાઈ..વાહ..! સુંદર મઝાનું.. વારંવાર ગણગણવું ગમે તેવું ગીત. આવા અને આથી સારા બાળગીતોની તમારી પાસેથી અપેક્ષા છે.

  6. સરસ મજા નું ગીત છે અને વળી બચપણ ની ભીની ભીની મહેંક યાદ આવી ગઇ..!

  7. ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.

    સૂરજનું કિરણ લઈ ચાલો, મેઘધનુની વાટે,

    DEAR VIVEK,

    YOU CAN DO CHILD PLAY.
    GOOD POEM.

    RAJENDRA

  8. Vivekbhai

    We wake up to the call of forgetting umbrella in home
    And let us fall sweet prey to the call of rain and roam.

    We don’t worry what will happen after bathing in rain.
    You’re doctor and you are there to dispense medicine.

    Shah Pravinchandra Kasturchand

  9. સ્વયંમના ફોટોગ્રાફ સાથેનુ બાળ કાવ્ય અમારા
    જેવા વૃધ્ધોએ,બીજા બાળપણવાળાએ,માણવા જેવું છે.
    ચાલ ને ભેરુ ન્હાવાને,વરસાદની મોસમ છે,
    ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
    તેમા ભેરુ તરીકે અમે પણ સામેલ થઈએ છીએ.

    છરાવાળી તારી હોડી,
    મારી સીધી-સાદી;
    કોની હોડી આગળ જાશે,
    આ હરિફાઈમા તો પૌત્રો આગળ
    હારવાની પણ ઔર મઝા છે!

    ચાલીએ છાતી કાઢી,
    તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
    ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.
    …હાર્યા તોય તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદમાં
    સાંભળવાનું આવે ‘ચીટ’જાણે અમે તો અજય!

    પાણીમાં છબછબિયાં કરીએ,
    ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
    સૂરજનું કિરણ લઈ ચાલો
    મેઘધનુની વાટે,
    ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
    ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.
    આ તો અમારી ખાસ ગંમ્મતની વાત.
    મેઢક,
    ડ્રાઉં-ડ્રાઉં મોઢેથી બોલવાનું ,
    સોનેરી આંખો -હથેલી આંખો પર મુકવાની,
    કમળ પાંદડીએ બેસી,
    લાબી ચીકણી જીભથી,
    (તરજનીથી બતાવવાની)
    ઝપાટાબંધ માખી-મચ્છર ખાએ!
    ૧-૨-૩-૪-૫…..
    આપણું મિત્ર!
    અને છેલ્લે
    ઘેબરીયા પ્રસાદમાં તેઓને ગમતું
    પીનાકોલાડા અને ટાર્ટ…
    હમણા તો તાપમાં સ્પ્રીન્કલરોથી
    પણ વરસાદનો આનંદ લઈએ છીએ
    વિવેક, તેં તો નહવડાવી નાંખ્યાં

  10. મઝાની રચના છે. મને હજી પણ વરસાદમાં બાળકની જેમ ભીંજાવવું ગમે છે! ચોથા ધોરણની એક કવીતા યાદ આવી ગઇ.

    હાલો મારા શામળાને હાલો મારા ધોળિયા;
    આકાશે આવ્યો પેલો મેહુલો જો.
    તારા તે રંગ કેરો મેઘ અલ્યા શામળા,
    ‘ને તારા તે રંગ કેરી વીજ અલ્યા ધોળિયા.

    આવું જ કંઇક હતું.

  11. To day it’s Saturday morning here. Just finished my breakfast (cooked it myself-wife is in India). Opened my mail and read your very nice poem. It gave me fresh air to start my day.

    We all talk about either too much rain or no rain but you talk about….you know what I mean.

    Very good poem. I liked it.

    Please keep in the loop for future poems.

    Thanks

    Chiman Patel “CHAMAN”

  12. saras geet. sundar lay. sangitbaddh thaee shake tevi rachana.. bija antara ni biji pankati ma ke ‘ga’ ochho che. Isn’t it?

  13. રેઇનકોટિયા વરસાદમાં
    હવે ક્યાં કોઇને ભેરુ સાથે ન્હાવાનો
    સમય છે ?

    ખૂબ મજા આવી…………

    સરસ ઝાપટું આવી ગયું !!!

  14. ઓહો ! વિવેકભાઇ……સ્વપન સાથે
    નહાવાની મજા પડી હશે !ગીત માણ્યું.

  15. well, aa kavya a darek umar ne sparse evu chhe, koi vay vishes nu nathi.
    matra tasveer thi aa balkavya na kahi shakay. balak thi lai vruddh sudhi ni lagni ne Dr.vivek a shabdo aapya a etluj sachu.
    well done,
    keep it up.

  16. વાહ દોસ્ત્… ગીત મા પણ તમે તો જમો છો ને કઈ !!!
    મઝા પડી ગઈ….. હવે આવતા ચોમાસે વરસાદમા પલળતા ” આવ રે વર્સાદ ઢેબરીયો વરસાદ ના બદ્લે આજ ગીત હોઠે ચઢ્શે….

    ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
    ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

  17. dear Vivekbhai,

    wow!

    i was waiting this from you!

    fareethee varsaad naa e baalpaNnaa diwaso yaad aavii gayaa!!

    ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
    ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
    saras!

    …aavjo! rasaswaad karaavata rahejO!

    …Narendra

    Scientist , IPR
    Gandhinagar

  18. Bhina Varasad ni komal bundo moklu chu, Jara ankho to khol tane Sapnu moklu, Pila padi gaya che Pratiksa na Pandda, Jara Varasad to ave tane mari yaad moklu……………. Laxman

  19. khali khali ajampa ma shu jivavu,
    hathelima varasad na chata padiya have to aav…….

    saaru ghanu j saru shabdo no guldasto…
    vanchata vanchata mani pan pan mara shabdo yyad aavi gaya..

    thank you very much .

    himanshu bhatt

  20. ખૂબજ સુંદર ગીત !! ભગવાન કરે સૌને તેમનું બાળપણ પાછું મળી જાય તો કેવી મજ પડે !!

  21. ‘‘વરસાદની મોસમ છે‘‘ એ બાળગીત ખરેખર ખૂબ જ સુંદર છે. બાળકોને મજા પડી વાય તેવું ગીત છે. વિવેકભાઇ તમે સાચ્‍ચે જ જમાવટ કરો છો. તમારો પ્રયાસ પ્રસંશનીય છે. મારા આપને ખૂબ ખૂબ અભિનંદન.

  22. vismit ankhe varsad ne joya karu chhu jyare tyare kain j sujatu nathi varsad tara sivay ,prabhu tara prem ne tun sadrash swarup aape ane hun nahya vagarni shen rahun…

  23. darek vyaktini andar ek balak betho hoi chhe, antarma bethela e balakne bhinjavtu aa kavya khub sukshma vaat kari jaay chhe…ati uttam..

  24. veryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy fannyyyyyyyyyyyyyy,

    majaaaaaaaaaaaaaaaa aavi gay,

    haju bal gito banavo ………..khub j jarur che……….orkut par khaaaaassss

  25. વિવેકભાઈ, સરસ ફોટોગ્રાફ છે.. હવે તો ફોટોગ્રાફી પણ તમારી પાસેથી જ શીખવી પડશે,

  26. ખૂબ જ તાજગીસભર સુંદર પ્રકૃતિને યાદ કરાવતી રચના,

    બાળપણનાં દિવસો પરદેશમાં યાદ કરાવી દીધા.

    ખરેખર સરસ,

    સિદ્ધાર્થ

  27. ખુબ જ સરસ કાવ્ય લખ્યુ.. મને મારુ બાલપન યાદ આવિ ગયુ…

  28. આવ રે વરસાદ,ઢેબરીયો વરસાદ…
    ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક…

  29. નાનુ બાળક પાછુ બનવુ છે મારે,
    માનાં ખોળામાં પાછુ સુવુ છે મારે
    દુનીયા થી દુર રહેવૂ છે મારે,
    પાલવ માં છુપાઈ જાવુ છે મારે.

    મગજ ખાલી કરી નાંખવુ છે મારે,
    માસુમ પાછુ બની જાવુ છે મારે
    લખેલુ છે એટલુ કે
    ભુંસાતા જિંદગી પુરી થઈ જાશે
    કોરી પાટી બની જાવુ છે મારે

  30. ખૂબ જ મઝાનું બાળગીત છે…વાંચતા જ વ્યક્તિમાં રહેલ બાળકને એક વાર તો થઈ જાય કે હું પણ જરા છ્બછબિયાં કરી લઉં!
    અભિનંદન વિવેકભાઈ

    કમલેશ પટેલના
    પ્રણામ
    http://kcpatel.wordpress.com/

    ‘શબ્દસ્પર્શ’

  31. really a nice collection
    thank u so much for the immediate response
    if u dont mind i will use this one in my book with your reference…

    Dr. prashant kariya

  32. સુન્દર રચના

    પાણીમાં છબછબિયાં કરીએ,
    ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
    સૂરજનું કિરણ લઈ ચાલો
    મેઘધનુની વાટે…
    આભાર..
    😉

  33. બાળપણની મસ્તી,નથી કઈ સસ્તી
    બનવું પડે બાળક મળે નહીં અમસ્તી.
    વિવેકભાઈ સરસ રચનાં છે.

  34. Pingback: Join us free

  35. વાહ!!
    મને વરસાદની આ મોસમ ખુબજ ગમે છે….
    મિત્રો સાથે ની એ બાળપણની મસ્તી આ કવિતા યાદ અપાવે છે..
    આભાર સર!👍

  36. વેણીભાઈ નું વરસાદી વાંછટ જેવું ગીત યાદ આવી ગયું…

    આજ નથી જવું કોઈના ય કામ પર ,
    અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર…

    મજા આવી ગઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *