![]()
(ધાર્યું નિશાન… …કાચિંડો, મે-૨૦૦૭)
છેલ્લાં
ચાર-પાંચ દિવસથી
મારો
એકનો એક દીકરો
છ-સાત નાનાં-મોટાં સૉફ્ટ ટૉઈઝથી રમ્યા કરે છે.
નાનો હતો
-જ્યારે સૉફ્ટ ટૉઈઝ રમવાની ઉંમર હતી-
ત્યારે કદી એ
સૉફ્ટ ટૉઈઝને હાથ લગાડતો નહોતો.
હવે
એ મોટો થઈ ગયો છે.
રાત્રે સૂતી વખતે
આ બધાં રમકડાંને
પોતાની પથારીમાં
એણે કતારબંધ ગોઠવ્યા-
‘આ બધાં મારા નાનાં ભાઈ-બહેન છે !’
-અને સૂઈ ગયો…
-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)
40 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/176/trackback/
August 18, 2007 at 3:22 pm
ashok
very good
heart touching
August 18, 2007 at 3:30 pm
Kartik Mistry
અને કદાચ આ સત્ય જ છે. એક સંતાન હોય, અને ફ્લેટનાં બંધ વાતાવરણમાં ઉછરતાં સંતાનો આવું ન અનુભવે તો જ નવાઇ..
સરસ રજુઆત.
August 18, 2007 at 3:54 pm
Ketan Shah
I think this is very suitable article where husband-wife both are doing service.
Good One
Ketan Shah
August 18, 2007 at 4:23 pm
Raj
“Shabdo nathi jadta,
shbadaarth nathi jadta,
vaanee mari kare chhe dago,
Bhavaarth nathi jadta….”
Vivek Jee,
Kharekhar Shabdo nathi jadta tamari prashansha mate……
Raj
rajesh_ramchandani@yahoo.com
August 18, 2007 at 4:43 pm
Uttam Gajjar
મને દર વખતે મળે જ છે; છતાં અહીં લખી રાખું..મારી ઈ–મેઈલ આઈડી છેઃ uttamgajjar@hotmail.com મને મોકલતા રહેશો..
ઉપર, ઍડવોકેટ અજીતભાઈ દેસાઈ સાહેબે લખ્યું છે કે, એમની પાસે ફોન્ટ નથી.. તેથી તમારી કૃતીઓ તેઓ મીત્રોમાં વહેંચી શકતા નથી..એવા બધા મીત્રો મને લખશે તો બધા જ ફોન્ટ તથા તેને વાપરવા અંગેની સુચના અને અન્ય સામગ્રીનું ફોલ્ડર મફત મોકલી આપીશ.. કશુંય ડાઉનલોડ કરવાની આવશ્યકતા જ નહીં ! પછી તમેય આ સ્થળે મારી જેમ જ લખી શકશો..ખાતરી..કંઈ પણ તકલીફ પડ્યે મને લખજો..
નાની વાત, નાનું નીરીક્ષણ; પણ ચોટદાર ઢબે ઓછા શબ્દોમાં મુકવા બદલ અભીનંદન..સાચો કવી એ જ, જે એકે શબ્દનો ‘બગાડ’ નથી કરતો..અને ભાવકના દીલને સ્પર્શે..
અને વીવેકભાઈ, સૉફ્ટ ટૉઈઝને બદલે તમારા વહાલસોયા દીકરાની એકલતા, સાચા અર્થમાં તમે મીટાવી શકો તેવી શુભેચ્છાઓ..ઉત્તમ અને મધુ..સુરત..
August 18, 2007 at 4:50 pm
Jugalkishor
મને લાગે છે, આ એકલતા મૈત્રી કે મા-બાપની ગેરહાજરી કરતાંય ઘણી મોટી અપેક્ષાને ઝંખે છે ! જુઓ, સર્જકના શબ્દો : એકનો એક દીકરો / સાત વરસનો / નાનો હતો ત્યારે નહોતો રમતો વગેરે…!!
આમાં જ સુચન છે કે ખરેખર હવે પછી કોઈએ આવવું રહ્યું !!
બાળક પણ મોટાંઓને કેવું કહી જાય છે !! ( મોટાંઓ સર્જકજીવ હોય તો બેવડું દુ:ખ !)
જો કે આમાં બે પ્રક્રીયાઓ વચ્ચે સાંધો દેખાય છે. “રમ્યાં કરે છે” અને “હાથ લગાડતો નહોતો” એ શબ્દો બતાવે છે કે આ એની કાયમી પ્રક્રીયા છે. જ્યારે કાવ્યનો અંત તત્કાલની એક પરિસ્થિતિ બતાવે છે. અહીં કાવ્યને એક જ શબ્દ પ્રયોગથી સાંધી શકાય : “એ હવે મોટો થઈ ગયો છે”
જુઓને આજે)
પછી તરત જ આ શબ્દો ઉમેરી શકાય
જુઓને, આજે રાતે
સુતી વખતે…..
આથી કાલભેદ સ્પષ્ટ થઈ જાય છે. આટલી નાજુક સંવેદનાને ઉપસાવવા બદલ અભિનંદન !!
August 18, 2007 at 4:53 pm
Rajendra Trivedi, M.D.
THE FEELING BEING ALONE AND LONLY IS PAINFUL,
LIKE A SON IN THIS POEM PLAYING WITH STUFF TOYS AND CALLING THEM BROTHER AND SISTER…..IT IS KNOWN AS REGRESSION.
CREATING PSUDO FAMILY IS SEEN WHEN ONE MISS THEIR OWN.
EITHER NOT HAVE IT OR AWAY FROM HOME.
WHEN,
THE MIND”S MANIFESTATION-THE FELLING OF LONINESS,WE SEE THE BEHAVIOR LIKE YHIS IN THE POEM.
GOOD POEM.
August 18, 2007 at 4:54 pm
Jugalkishor
“જુઓને આજે”ને કૌંસમાં મુકાવાને બદલે ભુલથી આ પીળા રંગનું ભુલથી આવી ગયું છે. સુધારી લેવા વિનંતી.
August 18, 2007 at 7:43 pm
Neela Kadakia
દિકરાને સાથીની જરૂરત છે. તેજીને ટકોરો
August 18, 2007 at 7:44 pm
vijaykumar Shah
ના
ગઝ્લો જેટલુ વેધક અને ચોટદાર નહીં
સમયનાં અભાવે સર્જન ના થાય તે શક્ય ચ છે
પણ અછંદસ એટલુ બોલકુ નથી જેટલી તમારી ગઝલો છે.
August 18, 2007 at 9:01 pm
પંચમ શુક્લ
ખુલ્લી આંખો, મુક્ત મન, અને કવિ હૃદયે ઝીલેલું સ્પંદન
સાચે જે એક સજીવ કાવ્ય તરીકે ઉતરી આવ્યું છે.
ગઝલ સિવાયના સ્વરૂપમાં સશક્ત રીતે વિહરવા માટે અભિનંદન.
August 18, 2007 at 10:41 pm
Ruju Mehta
Really very very touchy!!Very nice poem…
August 18, 2007 at 10:47 pm
હેમંત પુણેકર
વિચારતા કરી મૂકે એવી વાત કરી વિવેકભાઈ! નાનકડા બાળકની એક નાનકડી અપેક્ષાને સુંદરતાથી શબ્દોમાં મૂકી છે.
August 18, 2007 at 11:05 pm
Lata Hirani
you missed the train…
August 18, 2007 at 11:28 pm
ઊર્મિ
સુંદર અવલોકન… મારો વિશાલ પણ આજકાલ સ્વયમ્ નાં જેવું જ કરીને હિંટ્સ આપ્યે રાખે છે… એટલે No comments, Vivek…
August 18, 2007 at 11:57 pm
dhaval
સરસ વાત !
August 19, 2007 at 12:22 am
Pinki
એકલાં જ આવ્યાં, એકલા જ જવાનાં,
સાથી વિના, સંગી વિના, એકલા જવાનાં………
હા, લાખ કહો પણ, આપણે તેમનું બાળપણ
છીનવી લીધું, એ નક્કી……
પણ જે જિંદગી મળશે એ પણ ઉત્કૃષ્ટ જ………
nice, appropriate theme for contemporary life style
August 19, 2007 at 5:12 am
raeesh maniar
Good poem. A keen observation of child’s mental world and nice poetic presentation. I remember your earliar poem ‘divaal’ where also you have used your child’s expression.
August 19, 2007 at 10:13 am
Harish Dave
બાળ-માનસના આયામો કેટલાં માબાપ સમજી શકે છે?
એક સંવેદનશીલ સર્જક હૃદય જ આટલી સહજ રીતે સાદીસીધી કૃતિમાં તે પ્રતિબિંબિત કરી શકે. સરસ! …. હરીશ દવે અમદાવાદ
August 19, 2007 at 11:54 am
girish dave
B]AH ;\J[NGTF YL VFHGF VFW]lGS HLJG GL SZ]6TF ZH] SZLK[PVF56[ SIFZ[ ;DHLX]
August 19, 2007 at 1:14 pm
radhika
ખુબ જ સુંદર અને ઝીણવટ ભર્યુ અવલોકન કાવ્ય્મા પણ અને છબીમા પણ,
ખુબ ખુબ અભિનંદન.
August 19, 2007 at 5:17 pm
Weepul
rajuat sari chhe, kadach karunta pan raheli chhe.
sachi umare umar na jivi sakya to rahi rahi ne pan te jivi levani ichchha rahe chhe, jivan ma bachpan mahatvano hoi chhe, tene yaad kari kadach aykhu aakhu vitavi sakay tetlo.
ane aetlej ek novel ma vachhyu chhe tem,
“balpan be vyakti ne najik lav va ma mahatva no pul bani jay chhe. ”
hraday sparshi,
thanx
August 19, 2007 at 5:30 pm
vijesh shukla
A very beautiful thought.Lonliness of a child is expressed in an artistic manner.It makes no difference whether it is chhandas or achhandas.
August 19, 2007 at 6:50 pm
saurabh bhavsar
Very heart touching with minutes obseration
August 19, 2007 at 8:42 pm
girish dave
A very sensetive poem showing limitations of our city life and thought of
our child.
with thanks
Girish Dave
August 19, 2007 at 9:27 pm
સુનીલ શાહ
હ્રદય સ્પર્શી રચના..! સંતાનની વાત આટલી સરસ રીતે સમજીને એટલી જ સુંદરતાથી રજુ કરનારા પીતાને સલામ. દીકરાની તકલીફનો અંત ક્યારે..?!
August 20, 2007 at 2:20 am
pragnaju
થોડી અંગત વાત કરું તો -અગિયાર વર્ષથી અહીં અમેરિકામાં અમે ખાસ તો અમારા પૌત્રોને ઉછેરવા આવ્યા.તેમની સાથે ક્યાં સમય નીકળી જાય છે તે ખબર પણ પડતી નથી.શરૂઆતમાં તો હુ તેમને સાથે સુવાડતી પણ મને સમજાવી તેમને તેમના ઓરડામાં સુવાડવાનૂં નક્કી થયું .ત્યારે વિવેકે વર્ણવ્યો છે તેવો ઝુરાપો બન્ને પક્ષે રહ્યો!મને હજુ સમજાતું નથી કે અમે તેઓને “લાડઘેલા” કેવી રીતે બનાવશું?વિવેકનો ઈ-મેલ પ્રતિભાવ આપવા આવ્યો અને
જે તાજી,આછદસ,છતાં હ્રુદય સ્પર્શી મારી જ વાત વાંચી અને આ લખાયું.
સાથે ચિત્રો સારા લાગે છે… એનીમેટેડ ચિત્ર રાખો તો કેમ?
August 20, 2007 at 2:08 pm
મીના છેડા
…………………….
August 20, 2007 at 2:16 pm
B K RATHOD
Sundar rachna. Bhavvishv ni vat chhe. mane gamyu.
August 20, 2007 at 5:53 pm
વિવેક
એનીમેટેડ ચિત્રો?
ના…ના… હું ચિતારો તો ખરો, પણ શબ્દોનો… કલમ લઈને હું શબ્દનું શિલ્પ કંડારી શકું, પણ પીંછી લઈને ચિત્ર ન દોરી શકું. એ કામ માટે તો મારો કેમેરો જ સારો…
August 20, 2007 at 7:37 pm
Bhavesh Joshi
This is good observation but not impresiv. i have received this first mail from you so, i am very happy and hope that i will receive a good peom or gazal very soon from you.
I am realy very happy for your best try to put up the Gujarati peom/Gazal on website. keep it up. you will be get success.
Best wishes to you,
Regards,
Bhavesh Joshi
August 20, 2007 at 10:19 pm
જનક ટરમટા - સુરેન્દ્રનગર
જીવનની નરી વાસ્તવિકતા તમે આલેખી છે, નાનુ કુટુંબ સુખી કુટુંબની આ એક ઉધાર બાજુ છે. (તમારા મેઈલ મલે છે પણ ફોન્ટ નો પ્રોબ્લેમ થાય છે.)
August 20, 2007 at 11:03 pm
સુનીલ શાહ
જનકભાઈ,
યુનીકોડમાં લખાયેલું ન વંચાતું હોય તો view મેનુ ખોલી Encoding નો unicode(UTF-8) ઑપ્શન સીલેક્ટ કરો..મોટેભાગે તમારી સમસ્યા દુર શઈ જશે.
If you cant read the text , select
View—>Encoding—>Unicode(UTF-
August 22, 2007 at 5:39 am
LAXMAN
It’s my request Please don’t forgot me when you celebrate the festival of “SABDO CHE MARA SWAS MA”.
August 22, 2007 at 3:04 pm
raj
Dear Vivek Bhai,
I would request you if you can extend my above posted (comment no. 4) four lines “Shabdo nathi jadta…..”.
Many thanks in advance.
Raj
August 26, 2007 at 6:21 am
preeti tailor
khub j marmasparshi kavita chhe..adhunik jivan ni aa den chhe..
sanvedanaone sachvata manse shikhavun j padashe….
September 6, 2007 at 9:24 pm
pankaj
હુ ફરીથી રાજ ના શબ્દો વડે કહીશ કે…….. મને …” Shabdo nathi jadta….”
આ કાવ્ય ને… વધાવવા……..
October 10, 2007 at 7:52 pm
bakul
મારા ભાઈના દિકરા જેવી હાલત ………………………..
નથી તેને કાંઈ કહેવાતું …………….. તો પછી ………
October 30, 2007 at 11:25 pm
bhagubhai
અચાનક આ તમરિ સઈત નિકરિ , બહુ સરસ ચ્હે
December 30, 2007 at 6:21 am
Dilipkumar K. Bhatt
આમા કૈ કહેવપનુ નથિ.