![]()
(ઉત્તર પ્રવેશદ્વારની કમાન, બૌદ્ધ સ્તૂપ, સાંચી…. …નવેમ્બર, 2005)
ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?
હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?
ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં -
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !
પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.
-વિવેક મનહર ટેલર
-
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.ખુબ સરસ વીવેકભાઈ..!
-
હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !સુંદર…. ડૉક્ટર તમે પણ ….
u write as if u r writing to win, i say that because well it is very very tough for a reader to say what was the best part of ur ghazal… because each one is different and unique. so it feels like each word is out to be prized
-
I agree with SV…
આજે તો હુંય નક્કી ન કરી શકી કે કયો શેર મને સૌથી વધુ ગમ્યો….
બધા જ અશઆર એકદમ સ-રસ છે!!!પેન લેતામાં ઉમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.આ તો બહુ મજાની વાત કરી… સાચે જ હોં, આ શબ્દનાં નખરાં તો ખરેખર બહુ જ ભારી છે… જ્યારે ધારો ત્યારે જ હારા એ નથી ઉમટતાં!!
વિવેક, એક મૂંઝવણ થઈ ગઈ છે… આ ‘ઉમડશે’ અને ‘ઉમટશે’ નો ફર્ક સમજાવશો પ્લીઝ?
-
સુંદર ગઝલ… નવા જ પ્રતીકો…..
આ વાચક વર્ગ સામે હવે મીટર પણ મૂકો તો કેવું?
આ એક નાની ગઝલ ગોષ્ઠિ જ છે ને?ગાલગાગા ગાલગાગા ગાલગા (આજ મીટર છે ને?)
આની સાથે આપના પઠનની એમપી૩ પણ આપી હોય તો?
******
ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?
(શું) એથી લોહીઝાણ વચગાળો હશે?******
છો તમે વિવેકભાઇ એટલે,
આટલું સાહસ જુઓ સહસા થયું.ક્યાંક લાગ્યો સહેજ ખટકો વાંચતાં,
વાચકે લીટી બીજી બદલી દીધી! -
પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.wow siir so nice pls con,,,,
-
u know sir,,,,seven seven day we wait for it,,,,and we got best from u,,,,that a nice ,,,,,
-
હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.બહુજ સ-રસ ,
શ્વાસ ને ફરી શબ્દોમાં ઊતાર્યા….
થેન્ક્યુ….આભાર….ચેતન ફ્રેમવાલા
-
વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?Fantastic, I really liked this one.
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.altimate one
Great ghazal
-
fdkhfisdhAH h;lawfhlwk;hfldshalnk asd gshdlfsdhilgfyasdoighnlgknsdl gsalg shgssaghsail;ihglsrgluihrghsg;alsrhkglish
-
it touched my soul
nice one
keep touching millions of hearts
arpi -
u really raise tough ideas. i like them very much.
In short, excellent -
whole gazal is nice, good.
-
ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં -
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !……………………….
ખરેખર હશે ખરો?
-
very fine ………………………
-
Mrutyu no Deh—–Sher kamal no chhe-
Conratulations-Keep writing -
Nakh Shikh sari gazal Chhe.Gotata E nabLo sher jadato nathi
Ek BE VAAT YAAD AVI
1.hotho pe jalaqn aankhme tufan sa kyuN hai
Is shaher me har Shakhs pareshaan sa kyuN hai.
~~~~badhaj aa VachgaLa na samay ma lohiluhaN ek saathe pasar thayi rahya chhiye.KoN konje dilaso ape ?2. Shabd to NakhraLoj chhe, Bhalbhalane muNzavi naakhe chhe.Koine tabe thayo nathi koe ne thashe nahi.
3. PapaN vishe Kaifi ne yaad karo ” palkoNki thaNdi sej per sapaniN ki psariyaN soti hai (anupama)
-
Dear Vivek,
You are something man,
I luv to read all your poems
do you remember Jignesh badami ( jeevan Bharti)
I am brother of him & now in canada
Thanxs
Shreepal
-
વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?This brings the whole composition to a diff. height. બેફામ સાહેબ ની યાદ આવી ગઈ….good luck always
-
PatharaLi PaNpaN reminds me of one light incident. city Bhavnagar is famous for it’s Humor-
Ramesh Parekh was reading his Ghazal He said
a” Dariya m.N hoiy ene moti Kehvaay, paN AAnkho.N hoy ene shu.N ?
Me pucchyu.N le bol have Tun”
one listner got up said “Rameshbhai, ene motiyo kahvay i” -
I Really Love your Creation…….
Bhagwan Ne Prarthana Karu chhu k Nirantar Tamara taraf thi Avi Sahitya ni sarvani vehti rahe..
I also pray for your long happy and health life.
Keyur.P.Joshi
Block C/308, Shrinandnagar Part-1,
Vejalpur,
Ahmedabad – 380 051
Gujarat (INDIA)
09825951195 -
bas salam j salam aa gazalne…
-
very good
-
very good very very good
-
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.to aej papan na raste bahar avi gai ek bahu varsho juni swarachana
……………………………………………………………………………………………….
“તું”
અને આ
કોરી તારી આંખો
તેમા ભરાયેલું એક “ચુપ”
અને વિચારોનું ગહન ગૂઢ યુધ્ધ
અને ધ્વનિ રહિતના સંસ્કારી શાંત પ્રહારો
અને હવા જેવી પાતળી આરપાર થરકતી દિવાલો
અને લૂથી ગોઠવાયેલી રણરેત જેવુ ઉનુ ઉનુ મન
અને…..
છમ્મ!!!!!!!!!
જેવુ થઇને
પડ્યા કરે છે
તેમા મારી સળંગ સંવેદનાના
મખમલ જેવા કૂણા ભીના ભીના
યુગોના અબિડ વનની સાવ પેલે પારના
વરાળ થઇ વળી મારા સુધીજ પાછા વળતા
છતાય ભીંજવ્યા કરતા અને વળતી સફરની તૈયારી આદરતા
મારા સ્પન્દનો
અને
“હું”(જોડણી ભૂલો માટે ક્ષમા યાચુ.)
-
ખુબ સરસ
-
મ્ને ત્મરિ આ રચ્ન ખુબ ગમે ૬
-
સર્વાંગ સુંદર ગઝલ
પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.
આપણા સૌનો અનુભવ -
Adbhut!
-
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે. -
હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં -
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !awweesome as always

43 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/165/trackback