છટકબારી


(આથમતા ઓળા….                …ગુલમર્ગ, કાશ્મીર, ૦૭-૦૫-૨૦૧૨)

*

તને કોઈ પ્રશ્નો નથી,
કોઈ શંકા
કે કોઈ બીજો વિચાર પણ નથી.
પણ મને છે.
હા, છે.
મોટા ભાગે તો છે જ.
પણ છે તો કેમ છે
એ ખબર નથી.
તું કાચ જેવું સ્વચ્છ વહે છે,
પણ
બધાં પાણી સ્વચ્છ તો નથી હોતાં ને ?
હું સ્વચ્છ નથી.
હા, નથી.
મોટા ભાગે તો નથી જ.
પણ નથી તો કેમ નથી
એ પણ ખબર ક્યાં છે જ ?
માસ્ટર તો સ્કૂલમાં
સરખું જ ગણિત ભણાવે છે
પણ
બધાના માર્ક્સ કંઈ સરખા આવે છે ?
સંબંધોના સમીકરણ સાચા માંડવા હોય
તો
દુનિયાના લીટા ભૂંસીને
સ્લેટ કોરી કરવી પડે.
તારી એ તૈયારી છે… પૂરેપૂરી છે.
પણ મારી ?
.
.
.
એક કામ કરીએ…
હું દોસ્તીના દરવાજા ખોલી દઉં છું,
તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૧૧)

*


(પ્રકાશના પડછાયા….        …સોનમર્ગ, કાશ્મીર, ૦૫-૦૫-૨૦૧૨)

26 comments

 1. Jayshree’s avatar

  .
  .
  .
  એક કામ કરીએ…
  હું દોસ્તીના દરવાજા ખોલી દઉં છું,
  તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…

 2. Devendra Desai’s avatar

  સંધાન માટે દરવાજા ખુલ્લા રાખવાની વાત સ્પર્શી ગઇ…

 3. Rina’s avatar

  વાહ……

 4. pragnaju’s avatar

  દુનિયાના લીટા ભૂંસીને
  સ્લેટ કોરી કરવી પડે.
  તારી એ તૈયારી છે… પૂરેપૂરી છે.
  પણ મારી ?
  સુંદર
  એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેના મગજની સ્લેટ કોરી લઇને આવે છે. એના પાસે આંખ અને કાન છે જેનાથી તે જોઇ અને સાંભળી શકે છે તેની આ ક્રિયા બિલકુલ તટસ્થ હોય છે. જે કાઇ બની રહ્યુ છે તે તેના માટે સારુ કે
  ખરાબ છે તે નથી …પછી
  વિવેકને ચાકના ટુકડા ને કોરી સ્લેટ મળે,
  જીવન સમુદ્ર હો તો આટલો જ બેટ મળે.
  નહીં વેચાયું એ કારણથી કાવ્યનું પુસ્તક,
  બધા જ રાહ જોઈ બેઠા’તા કે ભેટ મળે !

 5. gaurang jani’s avatar

  superb sky is limit for u

 6. AMISHA’s avatar

  બહુજ સરસ્ lost words…………..duniya jivo n jov dr vivek ni najaro thi …………..its wondarfullll………………

 7. mittal’s avatar

  khub j saras…..

 8. મુકુન્દ દેસાઇ ''મદદ''’s avatar

  હુ દોસ્તીના દરવાજા ખોલી દઉ છુ, તુ પ્રેમનો પવન થઇ આવ્યા કરજે – વાહ ! વિવેકભાઇ, ક્યાકહી આપને!

 9. અમિત પટેલ’s avatar

  સરસ કલ્પન! માસ્તર, ગણિત, માર્ક્સ, સમીકરણ, સ્લેટ. વાહ!

  દુનિયાના લીટા ભૂંસીને
  સ્લેટ કોરી કરવી પડે.

 10. anil bhatt’s avatar

  અતિ સુંદર .

 11. Pancham Shukla’s avatar

  પંક્તિએ પંક્તિએ નીતરતી સંદિગ્ધતા અને પુનરુક્તિ વ્યવહારુ ઢબે ‘દૂધ અને દહીં એમ બેયમાં પગ’ રાખી શકાય એવી ભદ્રતાથી ભીનું સંકેલી શીર્ષકને સાર્થક કરે છે.

  કવિ અંત લગ ‘હું’ કે ‘તું’ ના લિંગ વિશે વાચકને અવઢવમાં રાખી અપેક્ષિત તારણથી વિરુધ્ધ જઈ ગોથું ગવડાવે છે. કવિ છેલ્લે કહે છે…” તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…”, એમ નથી કહેતા કે ‘તું હેતની હવા થઈને આવ્યા કરજે…’ અર્થાત આ વાતને (વૈખરીના સ્તરે) માત્ર બે વિજાતીય વ્યક્તિઓનાના સંદર્ભમાં જોઈએ તો ‘હું’ એટલે સ્રી/પ્રેમીકા અને ‘તું’એટલે પુરુષ/પ્રેમી એમ ધટાવી શકાય. શું કવિ ‘હુ’ના પરકાયાપ્રવેશે કોઈ સ્ત્રીની ઉક્તિ બોલે છે?

  અંગ્રેજીમાં વપરાતાં ‘A friend with benefits’ની આંચ તળે આ કાવ્યનો એક અનોખો ઉઘાડ પણ અનુભવાય છે.

  ઘણા વખતે આવું વિલક્ષણ અછાંદસ વાંચ્યું/માણ્યું.

 12. વિવેક’s avatar

  @ પંચમભાઈ: કવિતાને આટલી ઝીણવટથી વાંચવા/માણવા બદલ આભાર…

  હું અને તું સ્ત્રી છે કે પુરુષ એનાથી કોઈ ફરક પડતો નથી એમ મને લાગ્યું એટલે મેં એ આખી વાતને સ્પષ્ટ કરી નથી…

 13. bhavesh doshi’s avatar

  I don’t have words. વાહ્…

 14. praina Avinash’s avatar

  જીંદગી શરૂ થાય છે કોરી કિતાબ દ્વારા
  દર વર્ષને અંતે આપણે આવક અને
  જાવકનું ‘સરવૈયું’ કાઢતા હોઈએ
  છીએ.
  યાદ રહે જીવનમાં

  સરવાળા સદવર્તનના
  બાદબાકી ભૂલોની
  ગુણાકાર પ્રેમનો
  ભાગાકાર વેરઝેરનો

  સુખી થવાની ચાવી.

  આ જીંદગીની કિતાબનું સરવૈયું કાઢજો

  સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો

  ગુણાકારને ભાગાકાર દ્વારા સુલઝાવજો
  આ જીંદગીની——

  બાળપણાંની પ્રિતડી ને જુવાનીનું ગાંડપણ

  પ્રૌઢાવસ્થામાં તેનું લાવજો નિરાકરણ
  સરવાળાને—-
  ગુણાકાર ને—–

  કર્યા કર્મ પસ્તાવાને ઝરણે વહાવજો

  નિતિમય કાર્ય દ્વારા જીવન દીપાવજો
  સરવાળાને——

  ગુણાકારને—–

  કર્યું કશું છુપતું નથી ચિત્રગુપ્તને ચોપડે

  માહ્યલો સદાયે મુંગો રહી સાક્ષી ભરે
  સરવાળાને —–
  ગુણાકારને——

  આવગમન જીંદગીનો અસ્ખલિત પ્રવાહ છે

  જીંદગીની ભવ્યતામાં મૃત્યુ ચિરવિદાય છે

  સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો

  ગુણાકારને ભાગાકાર દ્વારા સુલઝાવજો

  આ જીંદગીની કિતાબનું સરવૈયું કાઢજો

  તમારું ગણિત સુરતનું આ ગણિત મુંબઈવાળાનું..

  જવાબ એક, માત્ર કઈરીતે મેળવ્યોતે પદ્ધતિ અલગ.
  please visit

  http://www.pravinash.wordpress.com

 15. Anil Chavda’s avatar

  મજાનું અછાંદસ…

 16. mahesh dalal’s avatar

  વિવેક્ બહુજ સરસ કલ્પના..

 17. રાજેશ ડુંગરાણી’s avatar

  એક કામ કરીએ…
  હું દોસ્તીના દરવાજા ખોલી દઉં છું,
  તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…

  સુંદર અભિવ્યક્તિ…..!

 18. Darshana bhatt’s avatar

  પ્રશન્સાથિ પર…સુન્દર અભિવ્યક્તિ.

 19. sneh’s avatar

  nice one….each poem is different that other…..

 20. Heena Parekh’s avatar

  બહુ જ સરસ. તમારી કલમે અછાંદાસ પહેલીવાર વાંચી રહી છું.

 21. વિવેક’s avatar

  @ હીના પારેખ: ઘણા અછાંદસ આ અગાઉ પણ લખ્યા છે… ચાળીસથી વધુ તો આ સાઇટ ઉપર જ છે:

  http://vmtailor.com/archives/category/kavya-prakaro/achhandas

 22. સુનીલ શાહ’s avatar

  હું દોસ્તીના દરવાજા ખોલી દઉં છું,
  તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…
  આખી રચનામાં ખૂબ સરસ ભાવ, સરસ અભિવ્યક્તિ.
  અંતિમ બે વાક્યો પરથી મને મારો શેર યાદ આવી ગયો…

  એક બારી હું ઉઘાડું, એક તું,
  સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

 23. Heena Parekh’s avatar

  @વિવેકભાઈ.
  તમારા અછાંદાસ કાવ્યોની લીંક આપીને સારું કર્યું. બધા પર ઉતાવળે એક નજર ફેરવી દીધી છે. પણ નિરાંતે વાંચવા પડશે એવું લાગે છે. તો સમય લઈને ફરી માણીશ.

 24. મીના છેડા’s avatar

  સરસ !

Comments are now closed.