અનિલ જોશીને ગીતાંજલિ…

એકલો જાને રે….. ….ગ્રે હેરોન, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫

પુણ્ય સ્મરણ:
મનહરની વાંહોવાંહ મનોજ ગયો પછી મનોજની વાંહે રમેશ,
ઊભી બજાર સાવ ખાલીખમ લાગે નથી સરનામું ટકતું હંમેશ.
– અનિલ જોશી

**

નિતનવા વમળોથી રાખતો’તો નીતરું જે, ચાલ્યો ગયો એ અનિલ,
મોઢું વકાસી બેઠું સરવર ગીતોનું, હવે ભાલે લખાશે શું લીલ?

પેલ્લા વરસાદનો છાંટો વાગે તો પછી બંધાવવો કેમ નહીં પાટો?
પાણીની ગાંઠ સમા બરફના પંખીને ટહુકે પીગળવાનો નાતો;
તુલસીનું પાંદડું બિયરમાં નાંખ્યું ત્યાં હોવું જેમ બન્યું મદીલ,
એમ પથ્થરની કાયામાં વેલીના પાંદડા ફરકે એ ઘટના જટિલ.

દરિયાનાં ગીત નથી ગાવાં કહીને ગાયાં દરિયાનાં હજ્જારો ગીત,
ખાલી શકુંતલાની આંગળી છો હોય, રાહ જોવું ન મૂકે એ પ્રીત;
સૂકી જુદાઈની ડાળ તણાં ફૂલ શોધી રહ્યાં છે કાબો વકીલ,
ડાળખીમાં પાંદડા જ હોય ના તો પાનખરેય પડતી મેલે સૌ દલીલ…

– વિવેક મનહર ટેલર
(૨૧-૨૬/૦૩/૨૦૨૫)

નર્મદ જ જોઈ લ્યો જાણે… ….મેકિસ્કન હેટ રોક, મોન્યુમેન્ટ વેલી પાર્ક, અમેરિકા ૨૦૨૪

16 thoughts on “અનિલ જોશીને ગીતાંજલિ…

  1. વાહ,ગીત!
    એમના જ શબ્દોના ભિન્ન ભિન્ન સંદર્ભો થી રચાયેલું એમના જ મિજાજનું ગીત.

    સાચી શ્રદ્ધાંજલિ!🙏

  2. વિવેક શાહેબ્ અનિલ જોશિને શબ્દાંજલિથિ ગીતાંજલિ સમરપિત્ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો

Leave a Reply to યોગેશ પંડ્યા Cancel reply

Your email address will not be published. Required fields are marked *