એક બિનસરહદી ગઝલ…

Bhagat ane bhagbhagat
(ભગત અને બગભગત….                                            ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(ભગતડો અને બગલો ~ Little cormorant & Little Egret)

*

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર
(૧૪/૧૫-૦૧-૨૦૧૦)

69 thoughts on “એક બિનસરહદી ગઝલ…

  1. વાહ…

    હિંદી – ગુજરાતી બંને ભાષાઓ જાણે ગઝલને હ્રદયની વધુ નજીક લઇ જાય છે..!

  2. વાહ ડૉ. વિવેક્ભાઇ ક્યા ખૂબ કહી.

    એક બહુજ માતબર દ્વિભાષી ગઝલ.સંવેદનશીલ અને પ્રેરણાદાયી.

  3. ” તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
    हर दिल में इसी आस का आवागमन रहे। ”
    લાઈક હિન્દી ચીની ભાઇ ભાઈ”આ ભાવના
    સૌના જીવન ને આચરણમા રહે!

    રાજેન્દ્ર ત્રિવેદી

  4. વાહ વિવેકભાઈ. ખૂબ જ સુંદર પ્રયોગ. ગઝલના વિષયને એકદમ અનુરુપ. ઉર્દુ અને ગુજરાતીનો સરસ મનમેળ.

  5. વિવેકભાઈઃ બીજા શેરના બીજા મિસરામાં ભાઈચારાનું તારતમ્ય ખીચોખીચ ભરેલું છેઃ मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे । “મને નહીં તો મારા પડોશીને હજો” એ ભાવના બધાને મંજુર રહે તો આપસઆપસના અને સરહદોના ઝઘડા આસાનીથી દૂર થઈ જાય. … દ્વિભાષી અખતરો ગમ્યો. ધન્યવાદ્ … ચંદ્રેશ

  6. તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
    हर दिल में इसी आस का आवागमन रहे ।

    અદ્વૈતની આવી ભાવના સમગ્ર વિશ્વમાં વિકસે તો શાશ્વત શાંતિ સ્થપાય અને વિશ્વ-સમૃધ્ધિ પણ વધતી જાય.

    આખી રચના લાજવાબ છે.

  7. सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
    ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે….

    બહુ સરસ્

    લતા હિરાણી

  8. ગઝલ સરસ છે. એ વીશે કોઈ શન્કા નથી.

    પણ, ભારત અને પાકીસ્તાનને જોડવાની વાત માત્ર કલ્પના જ છે. જે થોડા-ઘણા લોકો ત્યાં આ આવું વીચારે છે એ લોકો વીચારો વ્યક્ત કરતા પણ ડરે છે… ભારત અને પાકીસ્તાન વચ્ચે આ જ તફાવત છે અને રહેશે.

    ભારતમાં જેટલા લોકો ભાઈચારાની વાતો કરે છે (લોકો, સાહીત્યકારો, કલાકારો, રાજકારણીઓ વગેરે) એ લોકોને બધું બહુ મીડિયા કવરેજ મળે છે… જ્યારે પાકીસ્તાનમાં ભારત સામે ઝેર ઓકનારને…

    અમેરીકામાં વસતા પાકીસ્તાનીઓ પણ પાકીસ્તાનની મુલાકાત લેતા ડરે છે, જ્યારે ભારતીયો અને ભારતીય મીડીયા પાકીસ્તાન જવાનો “ખ્યાલી પુલાવ” બનાવતા રહે છે…

    મારી કૉમેન્ટ કાઢી નહી નાંખો તો ગમશે.

  9. સરસ ગઝલ ! અડધી સદીથી વધારે સમયથી આપણા દેશને જે નજર લાગી ગઈ છે એ ઊતારવા માટે આવી કેટલીય કોશીશો કરવી પડશે. અને મારી વાત લખી રાખજો, ભારત અને પાકિસ્તાન એક દિવસ એક દેશની જેમ વર્તશે.

    મારા મતે તો બન્ને દેશોને ‘સભ્ય’ રીતે વર્તવા માટે ખાલી બે વસ્તુઓ થવી જરૂરી છે…. (૧) બન્ને દેશોનો per capita GDP(PPP) 10,000 $ની ઉપર જવો (અત્યારે ભારત 2700 અને પાકિસ્તાન 2600 $) (2) બન્ને દેશોનો literacy rate 90 ટકાની ઉપર જવો. (અત્યારે ભારત 60 ટકા અને પાકિસ્તાન 50 ટકા છે). આપણા ‘વેર’નું ખરું કારણ ગરીબી અને નિરક્ષરતા છે, જેનો લાભ રાજકારણીઓ અને ધર્મના ચોબાઓ લઈ રહ્યા છે. બાકી તો આપણે એક જ પ્રજા છીએ અને રહીશું.

  10. પ્રિય ચિરાગભાઈ,

    આપનો પ્રતિભાવ સદૈવ આવકાર્ય હતો અને રહેશે… છાતી વગરના પ્રતિભાવો પણ હું સ્વીકારી જ લઉં છું તો આપે તો આપના નામથી આપનો અંગત અભિપ્રાય આપ્યો છે… એક ભારતીય તરીકે પાકિસ્તાનની ત્રાસવાદી પ્રવૃત્તિઓને હું તીવ્રતાની ચરમસીમાથી ધિક્કારું છું પણ એક માનવી તરીકે, એક કવિ તરીકે હું કોઈ પણ સીમા કે સરહદમાં વિશ્વાસ રાખતો નથી…

    સાચાં ન પડવાના હોય એ ડરથી સપનાં જોવાનું કંઈ ઓછું જ બંધ કરી દેવાય છે, દોસ્ત?

  11. હમસેં તો અચ્છી પરિન્દોંકી જાત, કભી મંદિર પે બૈઠે, કભી મસ્જિદપે.

    સરસ પ્રયોગ….
    ભાષાને કોઇ સરહદ નડતી નથી. બન્ને ભાષા સહજપૂર્વક એકબીજામાં ભળી જાય છે તેવી જ રીતે સરહદ પણ !

    બધાં અશઆર ખૂબ સરસ.. !

  12. सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
    સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

    તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
    हर दिल में इसी आस का आवागमन रहे ।
    બહોત ખૂબ

  13. ખુબજ સુન્દર કવિતા ચ્હે પકિસ્તાનિઆઓ ના મનમા આવિ લાગનિઓ નથિ ને આપ્ને કેત્લુ બધુ કરિયે ચ્હિઅએ સાલઆઓ આપ્નિ લાગ્નિઅઓ થિ ખેલે ચ્હે. રુદિયન ઉન્દાન થિ લખૈ ચ્હે વખાનવા મતે શબ્દો મલ્ત નથિ

  14. ભાઈ વિવેક્,
    ગઝલની રીતે આ બધુ સરસ લાગે, અને કવિને તો ફકત કલ્પ્નાજ કરવાની છે,વાત ફકત ગઝલની હોય તો ગઝલ સરસ છે!!! પણ હુ મારી વાત કરુ તો હુ રાજકારણનો માણસ છુ અને આવુ તમે જે કલ્પી શકો છો તે વાસ્તવિકતામા કોઈ શકય જ નથી અને તમે જે પ્રમાણે કલ્પ્ના કરી છે એ પ્રમાણૅ તમારુ સ્વપ્ન સાકાર થાય તો આ લખનારને પણ્ તન મનથી ખુશી થશે! ગઝલતો ખરેખર સરસ્ છે એ બાબત મા કોઈ સવાલ નથી!

  15. વાહ ! કવિ વિવેક ભાઈ…

    કવિ હ્રદય દ્વારા વ્યક્ત થયેલી ભાવના ઉમદા છે.

    તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
    हर दिल में इसी आस का आवागमन रहे ।

    સાહિત્યનુ આ માધ્યમ અમનના સ્વપ્નને સાકાર કરે એ જ અભ્યર્થના !!

  16. સરસ. આ નવો પ્રયોગ ગમ્યો.

    બાકી ‘પાકિસ્તાન જીન્દાબાદ’ કહેવાવાળા આજકાલ ‘પાકિસ્તાનસે જીન્દાભાગ’ વિચારતા થઈ ગયા છે…!

  17. સુંદર … સામાન્ય રીતે દ્વિભાષી પ્રયોગો માત્ર પ્રયોગ જેવા જ હોય છે પણ આ રચનાના લગભગ બધા જ શેર સરસ અને અર્થસભર છે. વિષય પણ સુંદર છે અને ભાવ પણ ઉર્મિશીલ છે એટલે રચના આસ્વાદ્ય બની છે.

  18. सरहद की दोनों ओर चहकता चमन रहे,
    એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.
    વાહ| કેટલી સુંદર ગઝલ, તેના મત્લા થી જ સુંદર શરુઆત.

  19. સુંદર ગઝલ! ચોટદાર મત્લા!
    દ્વિભાષી હોવા છતાં ભાવની પ્રવાહિતા ક્યાંય ખંડિત થતી હોય એમ લાગતું નથી એ બદલ વિશેષ અભિનંદન!

  20. ખૂબ જ સુન્દર રચના
    આવા પ્રયોગો કરવા જ જોઇએ
    મજા પડી

  21. ખૂબ જ સુંદર રચના !
    દ્વિભાષી અખંડિત પ્રવાહિતા ગઝલ અને અમન
    બંનેને ઉજાગર કરે છે.
    અભિનંદન !
    सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
    ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે….
    લતા હિરાની નો આ શેર પણ ગમ્યો.

  22. વિવેક,

    બહુજ સરસ! સરહદ પારથેી આવેી કવિતાઓ લખાવા માઁડશે,…… ત્યારે અચરજ થશે!

    ચિતરઁજન દેસાઈ

  23. વિવેકભાઈ

    નવો પ્રયોગ !સરસ ગઝલ!..દિલોમા સરહદો નથી હોતિ..કુદરતને તો બક્ષી થી હમે એક હી ધરતિ હમ્ને કહી ભારત કહી ઇરાન બનાયા..
    સપના

  24. સરસ રચના..
    ખુબ ગમી…
    મુજસે કહીં અધીક તેરે ઘર મેં … પન્ક્તી ખુબ સરસ લાગી..
    બન્ને ભાષા માં છે પણ ક્યાંય અલગ છે તેવુ લાગતુ જ નથી.

  25. વિવેક ભાઈ,

    ત્મરિ ગ્ઝ્લ ગમી… પ્ણ્ ત મારી ગ્ઝલ ક્ર્રતા પણ્ ….

    ચિરાગ ને આપનો પ્રતિભાવ કે….
    “સાચાં ન પડવાના હોય એ ડરથી સપનાં જોવાનું કંઈ ઓછું જ બંધ કરી દેવાય છે, દોસ્ત?”
    એક ઉત્તમ ક્વિતા થૈ છે……..વાહ્….

  26. સરસ પ્રયોગશીલ રચના.બહુ ગમી.કદાચ વાસ્તવિકતાથી દૂર લાગે પણ એ વાત જવા દઈએ.

  27. શ્રી વિવેકભાઇ,
    નવો પ્રયોગ ખુબ ગમ્યો,વાંચીને આનંદ થયો આવી નવી ગઝલ આપવા બદલ
    પાકિસ્તાનમાં જેટલા લોકો હિન્દુ અને મુસ્લિમ ને અલગ માને છે એટલા ભારતમાં નથી માનતા લોકો શાંતિ અને અમનથી રહેવા માગે છે પણ ગંદુ રાજકારણ રમતાં પોતાની ખુરસીની ચિંતા કરનારા જ એમને તેમ જીવવા નથી દેતા એ મોટું દુર્ભાગ્ય છે.
    બીજે ક્યાં ગમે તેમ થતું હોય પણ મને એક કચ્છી હોવાનો ગર્વ છે કે જ્યાં ક્યારે હિન્દુ મુસ્લિમના ઝગડા નથી થતાં જે તમે કચ્છ પ્રવાસ દરમ્યાન જરૂર નોંધ્યું હશે.
    અસ્તુ,

  28. ખૂબ જ સુંદર અને સફળ દ્વિભાષી ગઝલ! બધાં જ શે’ર કાબિલે-દાદ છે!
    સુધીર પટેલ.

  29. સુંદર પ્રયોગ સાથે સરસ ગઝલ. ઊંચી ભાવનાની સરળ અભિવ્યક્તિ.

  30. ખરેખર લાજવાબ રચના છે.
    તો વળી, ભાઈ ચિરાગની વાતને સમર્થન આપવાનું મન એટલા માટે થાય છે કે, આ બધી જ કોમેન્ટસ જોતા એમ જ લાગે છે કે, માત્ર ભારતના સંતાનોની જ આ જવાદારી છે?!!
    કવિ તરીકેની તમારી લાગણીઓ જરુર એક આશાને જન્મ આપે, અને તેને બિરદાવવા માટે કદાચ કોઈ શબ્દો પણ નથી. પરંતુ, ધર્મ ઝનુનીઓના આ વિશ્વમાં ભારત તો શું, વિશ્વની મોટી મોટી સત્તાઓ પણ બેબાકળી બની ગઈ છે! અને જે લોકોએ પોતાનું ઘર છેલ્લા ૬૪ વર્ષથી સતત સળગતું રાખ્યું છે, તેમની પાસેથી “અમન”ની આશા મને તો વધારે લાગે છે.
    પરંતુ પરમપિતા પરમેશ્વર અને પયગમ્બર સાહેબને મારી પ્રાર્થના કે આ આશા સાકાર કરે. અસ્તુ.

  31. સહુ મિત્રોનો એમના પ્રતિભાવ અને મિશ્ર લાગણીઓ વ્યક્ત કરવા બદલ આભાર…

    હું એક જ લીટીમાં મારો જવાબ આટોપી લઈશ:

    “દુર્યોધન યુધિષ્ઠિર ન બને એથી કંઈ યુધિષ્ઠિરે દુર્યોધન બનવાનું હોય…??”

  32. વિવેકભાઇ, કવિતા ખૂબ જ ગમી. હકિકતમા તો આમ જનતાની આ જ લાગણીઓ છે ને? પછી એ આ પાર હોય કે પેલે પાર. તકલીફ જે છે એ તો એક હિન્દી ચલચિત્રના ગીત વડે સમજી શકાય તેમ છે. ” યે તખ્ત કિ લડાઇ હૈ, યે કુર્સિયો કિ જન્ગ હૈ, યે બેગુનાહ ખૂન ભી, સિયાસતો કા રન્ગ હૈ, લકિરે ખીચ દિ ગઇ, દિલો કે દરમિયા.”

  33. જબરદ્સ્ત છે બોસ…ફોટોગ્રાફી અને આ કવિતાનો જબરદસ્ત મેળ..પક્ષીઓને કોઈ સરહદ ન રોકી શકે,સ્વપ્નને પણ કોઈ સરહદ નથી, તો માત્ર આ કાળા માથાળો માનવી કેમ સરહદ બનાવી દે છે..?આટલુ તારુ આટલુ મારુ

  34. બહુ જ સરસ રચના, એક નવતર પ્રયોગ.

    ફાસલેં તો ઉસી દિન મિટ ગયે હોતે
    જો હાથ મિલાનેવાલો ને દિલ મિલા લિયે હોતે

  35. હિન્દુ ભિ મઝે મે હૈ ઓર મુસ્લમન ભિ મઝે મે હૈ
    પરેશાન હૈ સિર્ફ ઇન્શાન યહા ભિ વહા ભિ.
    બહોત ખુબ સુન્દર + ફોટો, જે આપનિ ગઝલ ના હદય છે…..ખુબ જ અભિનન્દન્

    શશિકાન્ત વાનિકર્.

  36. હિન્દુ ભિ મઝે મે હૈ ઓર મુસ્લમન ભિ મઝે મે હૈ
    પરેશાન હૈ સિર્ફ ઇન્શાન યહા ભિ વહા ભિ.

    બહોત ખુબ સુન્દર + ફોટો, જે આપનિ ગઝલ ના હદય છે…..ખુબ જ અભિનન્દન્

    શશિકાન્ત વાનિકર્.

  37. tamari aa ghazal mane khub bhavi,
    man na saat taar zankari, ek prbhat lavi,
    mel thai gayo jyare aa vaato no,
    to che pachi kem a doori svasoni

  38. सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
    ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

    સરસ વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *