શું છે આ? વાડકીવ્યવહાર?

નિખાર…. … ગોવા, જુન-૨૦૨૫

ઇન્સ્ટા પર જ્યાં તારો મેસેજ આવે કે મારા ચહેરા પર આવે નિખાર,
હામાં હા પૂરવા ન કહેતો હો એમ તુંય કહે છે કે સેમ પિન્ચ, યાર!
શું છે આ? વાડકીવ્યવહાર?

વરસો કે માઇલોનું અંતર વર્તાય નહીં, કેવો મોબાઇલનો છે જાદુ!
બાદબાકી-ભાગ્યાને સ્પેસ જ ન આપે, છે દિલનું ગણિત સાવ સાદું,
એથી જ તો મેસેજનો બલ્બ જ્યાં પ્રકાશે, થાય દૂર, દૂર હોવાનો અંધકાર.
થાય દૂર હોવાનો ભાર…

સમયના ઓરસિયે સંબંધ ઘસીને બેઉ પામ્યા સાહજિકતાનું ચંદન,
સમ-બંધ કહો કે પછી સહ-બંધ ગણો, પણ આવું જ કંઈ વિક્સ્યું છે બંધન,
વાડકી વ્યવહાર? ભાઈ, ના,ના,ના.. ના,ના,ના! બે મિત્રો વચ્ચેનો પ્યાર…
મળે મેસેજ તો લાગે તહેવાર…

– વિવેક મનહર ટેલર
(૧૪-૧૫/૦૪/૨૦૨૫)

કમાન……. ….લક્ષ્મીવિલાસ પેલેસ, ભરતપુર, ફેબ્રુઆરી-૨૦૨૫

26 thoughts on “શું છે આ? વાડકીવ્યવહાર?

  1. વાહ….છેલ્લે ખબર પડી કે, બે મિત્રો વચ્ચેનો પ્રેમ સંબંધ.વાહ!

  2. ભાઈ, ના,ના,ના.. ના,ના,ના! બે મિત્રો વચ્ચેનો પ્યાર…
    મળે મેસેજ તો લાગે તહેવાર… Aahaa ❣️
    – વિવેક મનહર ટેલર – ☺️

  3. નાનાના નાનાના આ શબ્દો કંઈક છુપાવવાની છાની કોશિષ માં રત લાગે છે ,અદમ્ય

Leave a Reply to બાબુ સંગાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *