
હરિતપથ…. …પેરિસ, મે-2023
*
બહારે વરસે છે વરસાદ,
ભીતર તરસી દે વર સાદ,
ઉંબરમાં લઈને ઉન્માદ,
જાવું શીદ એ અવઢવમાં ફસાઈ ગઈ છું હું આબાદ.
આભેથી જે વરસે છે, એ છે મારો પહેલો પ્યાર,
ખાસ મારા કિસ્સામાં,
જે આવી એના હિસ્સામાં,
ફોરાંઓના ખિસ્સામાં
સાચવી રાખી છે એણે, મારી કોડીઓ અઢાર;
થાયે કેમ પછી આ છોડી,
પળમાં આવું બંધન તોડી, એના કામણથી આઝાદ?
ભીતર જે તરસે છે, એ છે મારા મનડાનો ભરથાર,
એના પર હું વારી છું,
તન-મન, સૂધ-બૂધ હારી છું,
એનીય પ્રાણપિયારી છું,
ભીંજાવા એની વહાલપમાં મારા રોમ-રોમ તૈયાર;
એના સાદનો ઝાલી હાથ,
કરવો છે એની સંગાથ મારે હોવાનો સંવાદ.
બેઉથી સરખો છે લગાવ, તો બંનેને સાચવવા,
બે છાંટા બહારથી ઝાલી,
ચાલી, હું ઘર ભીતર ચાલી,
થવાને પિયુની વહાલી,
તમે ક્ષિતિજ કહો કે સંધ્યા, ચાહું સંધિકાળ જ મનવા;
સંગતની રંગત ઉજવીશ,
ભીની છું, ભીનો કરીશ, આપીને લઈશ હું સોગાદ.
– વિવેક મનહર ટેલર
(૧૭-૦૧-૨૦૨૩)
*

ક્રીડા…. Jardin des Tuileries, Paris, May-2023
અદભુત વરસાદી મોસમમાં તડપતા દિલનું અવઢવ ભર્યું ગીત. ખૂબ ખૂબ સરસ
Cool
વાહ… સુંદર ગીત…
સુંદર ગીત
સરસ ગીત
સરસ ગીત..
વરસાદ અને વર સાદ બંનેની સરસ વાત
Waah waah
વાહ વરસાદ અને વર ની પ્રીત નું અદભુત વર્ણન
સુંદર ગીત👌
વાહ, કવિશ્રી
એ વરસાદી ભાવાવેશની અનુભૂતિ કરાવતી સબળ રચના. ભીનાશમાં તરબતર થવાયું .
અભિનંદન.
ફોરાંઓનાં ખિસ્સામાં ‘…. અદભૂત કલ્પન..
સરસ વરસાદી ગીત…… સાથે મઝાની તસવીરો પણ….
muktidaoza@gmail.com
વાહ….મજા પડી ગઈ…મસ્ત ગીત.
વરસાદમા વરના સાદને પોંખતુ સુંદર ગીત👌👌
વાહ સરસ ગીત
સંગતની રંગત ઉજવીશ,
ભીની છું, ભીનો કરીશ, આપીને લઈશ હું સોગાદ. 🌈
– વિવેક મનહર ટેલર –
Sundar sir Ji 😊
સમય ફાળવીને બહુમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું…