
12 meters tall Giant Thumb (Caesar’s Le Pounce)… …@La Defence, Paris, May 2023
*
આંખે ટકોરા દઈ અડધી રાતે તું પૂછે, સપનામાં આવી- હું આવું?
હું પછી ઊંઘવામાં કેમ કરી ફાવું?
ઊંઘનો નાજુક કાચ તૂટે તડ્ડાક દઈ,
ઝીણી ઝીણી કરચો પથરાતી…
અડખામાં, પડખામાં, વલખામાં, મનખામાં
ધીમુંધીમું તું ભોંકાતી;
આ બાણશય્યા પર લોહીનીંગળતી પ્રતીક્ષાને ક્યાં લગી તાવું?
મધદરિયે ઊંડાણે હોય નહીં હલચલ કઈં,
વહેણ ન અવાજ ન ઉજાસ પણ;
મધરાતે અહીંયા પણ દુનિયા સ્થિર થઈ ગઈ છે,
ચાલવાનું વિસરી ગ્યા શ્વાસ પણ,
હવે નિશ્ચેતન ઘડિયાળમાં ટકટક ભરે એ વહાણાંનાં વહેણ ક્યાંથી લાવું?
-વિવેક મનહર ટેલર
(૦૧-૧૨-૨૦૨૨)

હરિત પથ…. …પેરિસ, મે-2023
Waaah!
વાહ કવિ… મજા.. મજા
વાહહહહ…
ખુબ સરસ ગીત… નાયિકાની ગેરહાજરીમાં એના જ સ્વપ્ન આવે પછી વિરહમાં નીંદર વેરણ ન બને તોજ નવાઈ…
સરસ ભાવ સંવેદન
અદ્ભૂત ભાવદૃશ્ય શબ્દ પીંછી થકી આકારિત થયું છે.👌🏻👌🏻🙏
ઉંઘનો નાજુક કાચ તુટે તડાક દઈ… સરસ કલ્પના..
સુંદર તસવીરો જેવું જ મઝાનું ગીત…
એક શબ્દમાં; આફ્રીન ! પ્રથમ પંક્તિમાં માર્મીક સ્થળે, પ્રષ્નચિન્હ મુકવાની કળા પર.
વાહ
ખૂબ જ સરસ વિરહ ના વધામણાં….
હવે નિશ્ચેતન ઘડિયાળમાં ટકટક ભરે એ વહાણાંનાં વહેણ ક્યાંથી લાવું? Waah !
-વિવેક મનહર ટેલર –